અપડેટ્સ – ૧૦૪

* છેલ્લી અપડેટ્સને એક અઠવાડિયું થઇ ગયું અને હજી સુધી કોઇ પોસ્ટ લખવાનો સમય ન મળ્યો એટલે થયું કે ચાલો એક અપડેટ++ કરી દઇએ?

* પરમ દિવસે રાત્રે મોડા-મોડા પુને આવ્યો છું અને આખા બે દિવસ કોન્ફરન્સમાં ગયા છે. બીજાં કોઇને મળવાનો સમય મળ્યો નથી, અને આજે સાંજે પાછાં જવાનું છે, કારણ કે કાલે સવારે પાછી અમારી ટીમનો લોંગ રનિંગનો કાર્યક્રમ છે.

* મારી એક મહત્વની અપડેટ આજ-કાલ વિકિપીડિઆ મેઇલિંગ લિસ્ટમાં છે (કે હતી), એટલે તેની જાહેરાત કરતો નથી 🙂

* અને હા, ભૂલથી પણ નીતાની બસમાં સફર ન કરતાં!

* બે દિવસ સમ્યક જોડે મજાની વાતો થઇ (જેની વિગતે વાતો પછીની પોસ્ટમાં). તેણે મને એક સરસ પુસ્તક, ‘વાણી તેવું વર્તન – ફાધર વાલેસ’ આપ્યું છે, જેનું અત્યારે વાંચન ચાલુ છે. જોકે અહીં આવ્યા પછી તેના પર વધુ સમય મળ્યો નથી, પણ પાંચ પ્રકરણ પછી ઘણું બધું શીખવા મળી રહ્યું છે (અને, અમુક વસ્તુઓને અમલમાં મૂકી છે, જેનું ત્વરિત પરિણામ દેખાયું છે!).

વાણી તેવું વર્તન

* અને, પહેલી વાર હુમ્મુસ ખાવામાં આવ્યું. મજા આવી.

હુમ્મુસ

* કોઇ શક? 🙂

ગુજ્જુ - કોઇ શક?

8 thoughts on “અપડેટ્સ – ૧૦૪

  1. નીતા ની બસ માં શું કામ બેઠા!! ટાટા કે મર્સીડીઝ ની બસ માં બેસાય ને 😉

    આશા રાખું કે હમુસ તમોને અસલ ટેસ્ટ માં મળ્યું હોય, મારું ફેવ છે (બનાવતા શીખવું છે)

    Like

    1. હુમસ બનાવવું બહુ સહેલું છે, પાણીમાં પલાળેલા કાબુલી/છોલે ચણા (જો ટીન મળે તો તે શ્રેષ્ઠ), તલને વાટીને પેસ્ટ બનાવી હોય તે, મીઠું અને લસ્ણની એકાદ-બે કળી. બધું જ મિક્સરમાં નાખીને એકદમ ચટણણી બનાવી દો એટલે હુમસ તૈયાર….

      Like

  2. કેવીક રહી પરિષદ? કહેતાં ભૂલાય ગયું કે ભૂલે ચુકે પણ નીતામાં પ્રવાસ નહિ કરતાં 😀 પાંચ વર્ષનો અનુભવ છે, ટ્રેન અથવા તો શિવનેરીમાં જ પ્રવાસ કરવો 😉

    Like

  3. હમ્મુસ-ખબુસ પહેલી વાર ચાખ્યું હોય અને ઉબકા ના આવ્યા હોય તો ૧૦૦% તેમાં ભારતીય ટચ હશે. બાકી અહી અમારા માથી કોઈ ઉબકા ખાવા માંથી બચ્યું નથી 🙂 .

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.