અપડેટ્સ – ૧૦૫

* હવે મને ત્રીજા વ્યક્તિ મળ્યા જેમણે મને પહેલી જ વાર મળતા પૂછ્યું: “તમારી સેલેરી કેટલી?” સારું થયું એમણે મારી ઉંમર ન પૂછી!! આવો એક બીજો નમૂનો અમદાવાદમાંય ભટકાયેલો, જેની નામના નમૂના તરીકે ખ્યાતનામ બની. અને, લોકોને પહેલી નજરે ઓળખવામાં મેં પહેલી વાર ભૂલ ન કરી!

* લગભગ આખ્ખી ટીમ દુનિયાના બીજાં છેડે હોય ત્યારે ૨૪ કલાક ઓછા પડે છે. અને, એના કારણે મારું દોડવું અને ઊંઘ બન્ને ક્રિટિકલ માસ અવસ્થામાં છે.

* સોશિઅલ મિડિઆ તરફ ફરી એક વાર વૈરાગ્ય (સ્મશાન વૈરાગ્ય એમ વાંચવું) આવતું જાય છે.

* બે સમાચારપત્રો બંધાવ્યા છતાં, બન્નેમાંથી એક પણ વ્યવસ્થિત વંચાતા નથી. નવાં પુસ્તકોમાં, સાર્થનાં બે શબ્દકોષ મંગાવવામાં આવ્યા, જેમાંથી એક હું મારા મિત્રને ઇઝરાયેલ મોકલાવીશ. વાણી તેવું વર્તન હજી થોડું જ આગળ ચાલ્યું છે અને ગુજરાતી પુસ્તકોનો નવો ડોઝ હવે લાવવો પડશે. વિકિસોર્સ પરથી થોડાં પુસ્તકો વાંચેલા જેમાં બહુ મજા ન આવી, પણ તમે PDF તરીકે વાંચો તો મજા આવે તેમ છે. આ ક્ષેત્રમાં થોડું કામ કરવાની ઇચ્છા છે, એટલે અત્યારે તેમાં ખાંખાખોળાં કરી રહ્યો છું.

* અને, બાકી તો શાંતિ જ છે!🙂

4 thoughts on “અપડેટ્સ – ૧૦૫

  1. અમને ધંધાવાળાને પણ ઘણીવાર લોકો પુછતા હોય છે કે, “તમે આમ મહિને કેટલું કમાઇ લો છો?” ….. તે ભલામાણસ ને કેમ સમજાવવું કે અમે તો નોકરીવાળાની જેમ ચોક્કસ આંકડો પણ ન કાઢી શકીએ કે મહિને કેટલું કમાયા અને તેમાં પણ સિઝનેબલ તેજીમંદીની અસર રહે!!! હા, વર્ષે કંઇક અંદાજ કાઢીએ પણ આખરે તે પણ એક ‘અંદાજ’ જ હોય, ચોક્કસ આંકડો તો કયારેય નથી મળ્યો. કદાચ વ્યક્તિગત ધંધાદારી માટે શક્ય પણ નથી.

    અને શાંતિનો સાથ હોય તો જીવનમાં બીજુ કોણ જોઇએ…😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s