૨^૫ વત્તા ૨

.. એટલે કે ૩૪ પૂરાં થયા અને હું મિડ લાઇફ ક્રાઇસીસ તરફ એક કદમ આગળ વધ્યો! જોકે કેટલાં વર્ષ પૂરાં થયા એની ચોક્કસ ગણતરી હજી મને આવડી નથી (અને કદાચ આવડવાની પણ નથી). પાર્ટી-બાર્ટીનું આયોજન હજુ સુધી કરવામાં આવ્યું નથી, પણ કરી શકાય તેવી શક્યતા છે. રવિવારે બર્થ-ડે આવે એ આપણને બૌ ગમે.

અત્યારે તો બાંદ્રા જઇને ૧૦ કિલોમીટરનું નાનકડું રનિંગ વત્તા ૪૨.૨૦ કિલોમીટરનું સાયકલિંગ કરવામાં આવ્યું છે. ભાઇ, મુંબઇ મેરેથોન આવે છે!!

હમમ, ગિફ્ટની વાત તો રહી ગઇ!! હું મને પોતાને શું ગિફ્ટ આપું એ હજી નક્કી નથી થયું પણ કોકી તરફથી સરસ મજાની રનિંગ ટી-શર્ટ મળી છે, જેના પર બીજા કોઇનો નહી પણ મારો ફોટો છાપેલ છે 😉

16 thoughts on “૨^૫ વત્તા ૨

  1. જન્મદિવસે પણ 45 કિમી’નું અંતર કાપ્યું ! બાપ રે !! . . . આવતા વર્ષે આપ પાસીંગ માર્ક્સ પર પહોંચી જશો 🙂 જન્મદિવસ’નાં વધામણા . . .

    આપના ફોટા’વાળા ટી-શર્ટ’નો ફોટો આવકાર્ય છે 😉

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.