અપડેટ્સ – ૧૦૬

* થોડા સમય સુધી કોઇ પોસ્ટ ન આવી એટલે મને લાગ્યું કે મારો બ્લોગ અસ્તિત્વ ધરાવતો જ નથી (કેટલાક લોકોને હાશ પણ થઇ હશે અને થયું હશે કે કાર્તિક પણ અસ્તિત્વ ધરાવતો નથી! સોરી અબાઉટ ઇટ ;)). પણ, આજે થયું કે, ચાલો અત્યંત વ્યસ્ત દિવસે પણ કંઇક અપડેટ્સ લખી નાખીએ.

* બર્થ ડેની છેલ્લી બોરિંગ પોસ્ટ પછી કંઇ ખાસ ઘટનાઓ બની નથી. પણ તેમ છતાંય,

૧. કવિન દાદા-દાદી-કાકા-કાકીનાં ઘરે રહેવા ગયો અને અને તકનો લાભ લઇને અમે કોઇ મોલમાં ફરવા ગયા અને ત્યાં કંટાળ્યા એટલે જેની ટિકિટ મળે તે મુવી જોવાનું નક્કી થયું. સદ્ભાગ્યે અમને લંચબોક્સની ટિકિટ મળી અને એકંદરે સારું મુવી નીકળ્યું. થિએટર પણ પેક હતું. બીજી રો માં બેસવું પડ્યું, પણ સરસ એક્ટિંગ, એક પણ ગીત ન હોવાને કારણે કંટાળો ન આવ્યો. અંત થોડોક ઢીલો મૂક્યો હોય એમ લાગ્યું, પણ તે ડિરેક્ટરની શોર્ટ ફિલ્મો બનાવવાની આદત હશે એ પરથી લાગ્યું.

૨. રવિવારે પિંકેથોન – એટલે કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ, સેલ્ફ ડિફેન્સ ટેક્નિક્સ વગેરેની સાથે – શિવાજી પાર્ક (દાદર) ની આજુ-બાજુ રનિંગ હતું. મિલિંદ સોમણ મળ્યો અને એ પણ આટલો ફાસ્ટ રનર છે તે થોડીવારમાં જણાયું (તે સારો રનર છે, એ તો ખબર જ હતી, કારણ કે એ લોકો દિલ્હી-મુંબઇ દોડીને ગયા હતા). થોડી ફોટોસેશનબાજી વગેરે થયું, પણ આપણે આરામથી નાસ્તો, સ્ટ્રેચિંગ વગેરેમાં વધારે ધ્યાન આપ્યું. શિવાજી પાર્કનું એક ચક્કર ૧.૨૭ કિલોમીટર થાય છે તે રનર ભક્તો ની જાણ ખાતર. અમારા રનિંગ ગ્રુપના લોકો જોડે ફરીથી મજા આવી ગઇ.

૩. રવિવારે જ – બ્લોગર મિત્ર સૂર્ય મોર્ય – ના ઘરે (સહકુટુંબ) મુલાકાત લેવામાં આવી. આપણાં દર્શિતભાઇની (બાબા બગીચાનંદજી કી જય!) જેમ તેઓ પણ બ્લોગ જગતમાં એક સરસ બ્લોગર છે. તેમની અંગતતા નિતી કારણોસર બીજી વિગતો જાહેર નહી કરવામાં આવે, પણ અમે સાથે જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં સમય મળ્યે જવાનું નક્કી કર્યું છે. વધુ વિગતો-પોસ્ટ ત્યાંની મુલાકાત પછી.

૪. આજ-કાલ લોકોને મફતમાંય વસ્તુ-સલાહ આપતાં લેતા નથી. કચ કચ કચ.

૫. વાંચન, ફિલમ – આ બન્ને શોખ માળિયે મૂકાઇ ગયા છે. ભાદરવા મહિનાનો તડકો હજી ઉઘડ્યો નથી એટલે તડકો આવે ત્યારે આ શોખો પાછાં પ્રકાશમાં લાવવા પડશે.

૬. વોટ્સએપ પર ફાલતુ જોક્સનો ડોઝ (વત્તા દરરોજનું ગુડ મોર્નિંગ-ગુડ નાઇટ પણ ખરું) હવે સહન થતો નથી. એનાં કરતાં તો આ વિડિઓ શેર કરવા વિનંતી: https://www.youtube.com/watch?v=8hC0Ng_ajpY ગંભીરતાથી વિચારીએ તો, વોટ્સએપ કે ફેસબુકમાં મૂકાતા ૯૦ ટકા જોક્સ ફિમેલને (કે કોઇ ચોક્કસ જાતિ-જ્ઞાતિ-વાડાને) સંબંધીને હોય છે. જો આપણી માનસિકતા આવી જ હોય તો શું કહેવું?

બીજાં સમાચારોમાં મારો મત જોઇએ તો,

૧. સુરતનાં પૂરનાં ગઇસાલનાં ફોટા જોયા પછી અત્યંત દુ:ખ થયું. મને એમ થાય છે કે, આ સમસ્યાનું કોઇ ઉપાય નથી. એ વાત અલગ છે કે આપણે લોકોની માનસિકતા ન બદલી શકીએ, પણ મારા નાનકડાં જીવનમાં જ ૧૦ થી ૧૧ વાર સુરતનાં પૂરનાં સમાચારો સાંભળ્યા છે, તો એનું કંઇક કરી ન શકાય? હલ્લો, મોદીજી?

૨. ત્રાસવાદ- નૈરોબી અને પેશાવર – સાંભળી દુ:ખનો ડોઝ ડબલ થયો. ત્રાસવાદને ધર્મ હોતો નથી જેવું ફાલતુ વાતો ફરીથી ફેસબુક પર વહેતી થઇ અને આપણે જોયા કર્યું.

બસ, બસ. આ તો મોટી પોસ્ટ થઇ ગઇ!!

Advertisements

12 thoughts on “અપડેટ્સ – ૧૦૬

 1. કાર્તિકભાઈ, આ વખતે પૂરનું સંકટ હતું, જે હવે દૂર થયું છે. 🙂 Thanks to God and Weather. કેમ કે, આખું લો-પ્રેશર સિસ્ટમ ભગવાને દક્ષિણ ગુજરાત પર ટ્રાન્સફર કરી નાખ્યું, બાકી આ વખતે તો અમારા હાલ બદલાઈ જાત !!!!

  નૈરોબીવાળી ઘટના ખરેખર મુંબઈમાં થયેલ હુમલા જેવી હતી. ભગવાન આ આતંકવાદીઓને સદબુદ્ધિ આપે જેથી તેઓ નિર્દોષ લોકોને મારવાનું બંધ કરે. !!!

  Like

 2. કાર્તિક્ ..તમારિ બ્લોગ્ ઘણા સમય્ થિ ફોલો કરુ છ્. આ એક્ બ્લોગ્ છે જે ગુજરતિ ભશા સાથે નો મારો સમ્બન્ધ્ મજ્બુત્ કરે છે.
  તમારિ બ્લોગ્ બદલ્ બિજિ સારિ ગુજરાતિ બ્લોગ્સ્ વિશે પણ્ ખબર્ પડિ.

  આપણો બન્ને નો એક્ કોમન્ શોખ્ લામ્બુ અન્તર્ દોડ્તા રેહવાનુ છે. વિચાર્ હતો કે હયેદરાબાદ્ મેરાથોન્ વખતે મડિશુ પણ્ સમય્ ન મડ્યો. ભવિશ્ય મા જરુર્ થિ મડિશુ કોઇક્ મેરાથોન્ વખતે, કદાચ્ મુમ્બૈ ૨૦૧૪.

  ઍક્ તો ઘણા સમય્ પછિ ગુજરતિ મા લખ્યુ તે પણ્ ઓનલાઇન્, આનિ માટે સમ્યક્ નો આભારિ છુ. રસ્વાઇ અને દિર્ઘાઇ નિ ભુલો ના કાઢ્તા, નાનપણ્ થિ વ્યાકરણ્ ખરાબ્ છે.

  Like

 3. ભલા માણસ ! હ્રસ્વાઈ દીર્ધાઈ માટે માફી માંગે છે ! અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદમાં તમારું નામ રત્નજડીત સુવર્ણ તકતી પર લખવામાં આવે. હું તો મારા માર્ક્સ કપાતથી ખુશ હતો . આમ પણ ભાષામાં પુરા આપે છે ક્યાં ?

  Like

 4. 1} જાગરણ ફિલ્મ ફેસ્ટીવલ’નાં પેઈજ પર ગયો તો ત્યાં . . . ‘ શીપ ઓફ થીસીયસ ‘ પર કર્સર લઇ ગયો તો ડીરેક્ટર’નું નામ ગલત નીકળ્યું ! ( કોઈ Haco Cheko છે ! ) . . . ત્યાં જાઓ તો જરા ધ્યાન દોરજોને 😉

  2} અને ખરેખર તો બોરિંગ સમયમાં જ લાંબી પોસ્ટ લખતી હોય છે 🙂

  3} @કિરણ્ બજાજ્ : અને હું તો જ્યારથી નાનો હતો ત્યારથી ( અત્યારે પણ નાનો છું ) અત્યાર સુધી જોડણી વિષે કાઈ ખબર પડતી નથી !!! બસ લખાયેલ શબ્દ ધ્યાનથી જોઈ જાઉં છું , જો તે વિચિત્ર લાગે તો હ્રસ્વાઈ’નું દીર્ધાઈ અને દીર્ધાઈ’નું હ્રસ્વાઈ કરી નાખું છું ( છતાં પણ મારા બ્લોગમાં જોડણી’ની ભૂલો ઘણી ઓછી હશે 🙂 )

  Like

  1. ૧. હા, મને પણ આ હકુના મટાટા જોઇને નવાઇ લાગી હતી. આના માટે જ જવાનું છે એટલે અમે બૂમો પાડીશું..

   ૩. તમારા બ્લોગમાં શબ્દો કરતાં GIF વધારે હશે 😉 PS: આજ-કાલ GIFઓ દેખાતી નથી??

   Like

   1. મોટાભાગે હોલીવુડ ફિલ્મ્સ સંબંધિત પોસ્ટ્સમાં GIF મુકવાનું વધુ થાય છે અને હમણાં તો તેવી એકેય પોસ્ટ આવી નથી , છેલ્લે મેન ઓફ સ્ટીલ અને વર્લ્ડ વોર ઝેડ ( ઝી ) વાળી પોસ્ટમાં મસ્ત GIF મુકવાનું થયેલું ( કદાચ તમે તેમાં પેલી ઝોમ્બીઓ’વાળી GIF નથી જોઈ ! )

    ( અત્યારે બુક્સ / શોર્ટસ અને બોલીવુડ ચાલી રહ્યું છે 🙂 )

    Like

 5. Ssshhhh…. મોદીજી હમણાં ગુજરાતની બહાર ઘણાં વ્યસ્ત છે!

  આતંકવાદનો ચોખ્ખો ધર્મ છે – આતંક!! લોકોને સમજાતું નથી કે તેઓ ધર્મ માટે છે કે ધર્મ તેમની માટે!!? નવાઇ એ લાગે કે આ જગતમાં એવા મુર્ખા બૌધ્ધિકો પણ છે જેમને આતંકવાદી માનવઅધિકારો જાળવવાની ચિંતા છે!

  પેલા ફોટોગ્રાફીના શોખનું શું થયું? યાદ છે કે ભુલાઇ ગયો?

  અને બાબા બગીચાનંદનું જાહેરમાં નામ ન લો, આમયે આજકાલ બાબા-લોકોનો કપરો કાળ ચાલી રહ્યો છે. 😉

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.