આભાર, પ્રણવભાઇ!!

* અશ્વિની ભટ્ટનું અવસાન થયું ત્યારે મેં પોસ્ટમાં લખ્યું તેમ તેમનો વિકિપીડિઆમાં કોઇ લેખ નહોતો એટલે મેં એ કામ હાથમાં લીધું. લેખમાં મારી પાસે થોડી વિગતો વત્તા પુસ્તકોની યાદી સિવાય બીજી માહિતી નહોતી અને તેમની છબીની મેં ફેસબુક અને બ્લોગમાં વિનંતી કરેલી પણ કોઇ જવાબ આવ્યો નહી. બે દિવસ પહેલાં પ્રણવભાઇ જોડે ફોન પર કંઇ બીજી બાબતે ચર્ચા થતી હતી તેમાંથી યાદ આવ્યું કે તેમની પાસે અશ્વિની ભટ્ટનો ફોટો ચોક્કસ હોઇ શકે અને પ્રણવભાઇએ ફેસબુક પર મને બે-ત્રણ સરસ ફોટાઓ મોકલી આપ્યા, પણ તે તેમની રચના હોવાથી હું તેને અપલોડ કરી ન શકું (કોપીરાઇટ ભંગ). પ્રણવભાઇને મેં કોમન્સ પર આ ફોટો અપલોડ કરવા માટે સ્ટેપ્સ મોકલ્યા અને તેમને ધીરજ રાખીને મારા ગરબડ વાળા સ્ટેપ્સને સમજીને ફોટો અપલોડ કરી દીધો અને મને જ્યારે સંદેશ મળ્યો ત્યારે વિકિપીડિઆમાં અશ્વિની ભટ્ટ લેખમાં ચડાવી પણ દીધો.

આને કહેવાય, ખરું યોગદાન (ના, મારું નહી, પ્રણવભાઇનું!).

PS: જો તમારી પાસે, તમે પાડેલા, સાહિત્યકારોનાં કોઇ પણ ફોટા હોય તો,

commons.wikimedia.org પર જાઓ,

* ખાતું બનાવો (જો વિકિપીડિઆનું હશે તો એ અહીં ચાલશે!),

* ડાબે બાજુ (જો RTL ભાષા જેવી કે ઉર્દુ કે હિબ્રુ વાપરતા હોવ તો જમણે!) રહેલી ‘અપલોડ ફાઇલ’ કડી પર ક્લિક કરો.

બાકીની વિગતો એકદમ સરળ છે. ધ્યાન રાખજો કે ફોટો તમે જ પાડેલો હોવો જોઇએ, અન્યથા તમારી પાસે એ ફોટો તમને વહેંચવા (ક્રિએટીવ કોમન્સ હેઠળ) માટે પરવાનગી છે એનો સ્ત્રોત હોવો જ જોઇએ.

Advertisements

One thought on “આભાર, પ્રણવભાઇ!!

  1. આભાર, પ્રણવભાઈ,
    અને સાથે સાથે આભાર, કાર્તિકભાઈ. બહુ સરસ લેખ બનાવ્યો છે. જો કોઈને ‘અંગ્રેજી ફાવે’ (!) એમ હોય તો અંગ્રેજી વિકિ પર પણ અશ્વિની ભટ્ટ નામક એક લેખ બનાવી કાઢવા કૃપા કરે. તો આગોતરો આભાર. અને હા, આપની આ દમદાર અપિલનાં પ્રત્યુત્તરરૂપે કૉમન્સ પર (ગુજરાતી) સાહિત્યકારોનાં અમુલ્ય ચિત્રોનો વરસાદ થાય અને સૌ એમનો સાક્ષાતકાર કરી શકે એવી અભ્યર્થના.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s