અપડેટ્સ – ૧૦૭

* અત્યંત દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુગલ હેંગઆઉટને હું ગુગલની એકદમ ઉતરતી કક્ષાનાં ઉત્પાદન (ie પ્રોડક્ટ) માં મૂકી રહ્યો છું. પેલાં ગુગલ વેવ કરતાંય આ તો જાય તેવું છે. મારી કેટલીય મિટિંગોની હાલત તેના કારણે ખરાબ થઇ છે (અને મારી પણ!).

* ગુજરાતી વિકિપીડિઆમાં પ્રથમ બાર્નસ્ટાર મળ્યો.

* બુધવારે, રજી ઓક્ટોબરે ગોરેગાંવ–>બાંદ્રા–>અંધેરી સુધીની નાનકડી દોડનું આયોજન હતું. જોડે અમારા ગ્રુપનાં સભ્યો હતા. હાઇવે પર દોડવાનું અઘરું છે (અને ભયાનક પણ). સવારે જલ્દી શરૂ કરો તો, અંધારુ નડે. મોડા શરુ કરો તો ટ્રાફિક નડે. હવે, રવિવારે પાછું આમ ન થાય તો સારું, પણ હવે તો ૫ વાગ્યાથી જ શરુ કરવામાં આવશે.

* વેકેશનનું પ્લાનિંગ થઇ ગયું છે. જવાની ટિકિટ હજી મળી નથી, પણ પાછા આવવાની મળી ગઇ છે 😉 અને, વેકેશનમાં એક લોંગ ડિસ્ટન્સ રનિંગનું પણ આયોજન થયું છે.

* કવિન હવે એ ઉંમરે પહોંચી ગયો છે, જ્યાં તેનાં કપડાં અને રમકડાં અમારા કપડાં અને રમકડાં કરતાં મોંઘા આવે છે. તેમ છતાંય, તેનો વર્ડ પાવર મજબૂત બનાવવા માટે Scrabble બોર્ડ-ગેમ લાવવામાં આવી છે. હજી થોડો નાનો પડે, પણ મજાની રમત છે. વેકેશનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.

Advertisements

One thought on “અપડેટ્સ – ૧૦૭

  1. મને પણ એ નથી સમજાતું હોતું કે ટેણીયાંઓના નાના-નાના કપડાં આટલા મોંઘા કેમ હોતા હશે! મોટાના પ્રમાણમાં એમાંતો કપડુંયે ઓછું વપરાતું હોય છે ને પાછું સિલાઇ-દોરો પણ ઓછો જાય ને!! 😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s