RIP: રતિકાકા

* અત્યાર સુધી તો તમને સમાચારપત્રો કે બ્લોગ પોસ્ટ્સ વગેરે દ્વારા સમાચાર મળી ગયા હશે કે, ગુજરાતીલેક્સિકોન.કોમ ના સ્થાપક રતિકાકા હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગયા શુક્રવારે મને સમાચાર મળ્યા કે તેમની તબિયત સારી નથી અને હું તેમની મુલાકાત લેવા જવાનું નક્કી કરતો જ હતો ત્યાં તેમના અવસાનના સમાચાર મને મળ્યા. રતિકાકા જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી યાદ રખાશે.

રતિકાકા સાથેની યાદો અનેક છે. ખાસ કરીને જ્યારે ઉત્કર્ષ ટીમ તેમને પ્રથમ વખત તેમના મુંબઇના નિવાસસ્થાને ગઇ ત્યારે તેમનો મને પરિચય થયો. નવી શરૂઆતની ઉજવણીમાં તેમને આપેલો રેડ વાઇનનો ગ્લાસ, તેમનું મેક અને તેમની કોમ્પ્યુટર વાપરવાની ક્ષમતા (ઉંમર: તે વખતે ૮૫ વર્ષ!) અને ગુજરાતીલેક્સિકોન.કોમ માટેની ધગશ – અભૂતપૂર્વ. ૨૦ કરતાં વધુ વર્ષ સુધી એક પ્રોજેક્ટની પાછળ પડ્યા રહીને, વિવિધ પ્રકારનાં લોકો સાથે કામ પાર પાડીને, પ્રોજેક્ટને અત્યારની સ્થિતિમાં લાવવો સરળ વાત નથી જ. અમે (માત્ર ટૂંકા સમયમાં જ) જાણી ગયા કે અમારે કેવી-કેવી સંસ્થાઓ અને કેવા-કેવા લોકો જોડે કામ કરવાનું છે. ૨૦૦૬-૨૦૧૦ દરમિયાન રતિકાકા સાથે બહુ મુલાકાતો થઇ, ત્યાર પછી પણ અમે ઇમેલ અને સ્કાયપે વગેરે વડે સંપર્કમાં રહ્યા જ. ગુજરાતીલેક્સિકોન અત્યારે ધરખમ ટીમ હેઠળ છે અને આશા રાખીએ કે આ ટીમ ગુજરાતી ભાષાને જીવંત રાખવાના ધ્યેયને આવી જ રીતે વળગી જ રહે.

રતિકાકાનું એક બીજું સ્વપ્ન હતું – કલાપી ફોન્ટ. જે અત્યારે ગિટહબમાં પ્રાપ્ત છે. વિકિપીડિઆ અને ગુજરાતીલેક્સિકોનનું જોડાણ થાય એવો મારો પ્રયત્ન હતો, જે ફળીભૂત થોડા અંશે (વિક્ષનરીમાં યોગદાન વડે) થયો, પણ આ ધ્યેય પર કામ કરવાની મારી આગળ ઇચ્છા છે.

અલવિદા, રતિકાકા. જ્યારે ફરી ઉપર મળીશું ત્યારે મારી પાસે ગુજરાતી ભાષા માટે કંઇક કામ કરેલ છે – તેવો સંતોષ તમને થશે એની ખાત્રી આપું છું.

Advertisements

2 thoughts on “RIP: રતિકાકા

  1. રતિકાકાને આદરાંજલિ. ગુજરાતી ભાષાને ડિજિટલ એજમાં સાચા અર્થમાં આદર અને ઓળખાણ અપાવવામાં એ ભેખધારીનું યોગદાન અવિસ્મરણીય રહેશે.
    તેમને કદી નથી મળ્યો પણ તેમણે સર્જેલા ગુજરાતીલેક્ષિકોન.કોમ ના આધારે જ અત્યારે જીવું છું અને મને ખાતરી છે કે હું એકમાત્ર નથી. એવા અન્ય પાંચેક જણને તો હું બહુ સારી રીતે ઓળખું છું કે જેઓ ગુજરાતીલેક્ષિકોન.કોમનો દૈનિક ધોરણે વ્યવસાયિક સ્તરે ઉપયોગ કરે છે.
    એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s