અપડેટ્સ – ૧૦૮

* આ ૧૦૮ સેવા અંગેની અપડેટ્સ નથી એની નોંધ લેવા વિનંતી.

* કેટલાય સમયથી અપડેટ્સની પોસ્ટ લખાઇ નથી. અને, બ્લોગ પોસ્ટ પણ આજ-કાલ અત્યંત અનિયમિત બનતી જાય છે. કારણ? કિટાણું. (વર્ક કિટાણું એમ વાંચવું).

* સારા અપડેટ્સમાં જોઇએ તો ગઇકાલે જ NCPA<–>મેલા સિગ્નલ (૧૮.૫ કિમી) સુધીનું સરસ દોડવામાં આવ્યું. ત્યારબાદ પગનાં તળિયાનું સ્કેન કરીને મારા માટે કયા શૂઝ સારા તેની માહિતી મને ASICS વાળાઓએ આપી, જે તેમના માર્કેટિંગનો ભાગ હતો એવું લાગ્યું, તેમ છતાંય તેના શૂઝ એકંદરે સારા હોય છે (થોડાંક સસ્તાં પણ). સાંજે બહાર જવાનો કાર્યક્રમ હતો, જે મને ખબર હતી તેમ બાકી-કામના કારણે થોડા અસ્ત-વ્યસ્ત થયો, વચ્ચે નિરવ-વિનયને મળી લેવાયું એટલે કામનું ટેન્શન ઓછું થયું, છેવટે SOS કોલ આવ્યો ત્યારે ફરી લેપટોપ લઇને બેસવું પડ્યું, જે બહાર જવાના કાર્યક્રમમાં લેપટોપ જોડે લઇ જવા સુધી ખેંચાયું (અને રાત્રે મોડા સુધી પણ!). છેવટે, આલ ઇઝ વેલ🙂

* કવિનને અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, તેમ છતાંય તેની મસ્તી એમની એમજ છે. સારી વાત છે!

* વેકેશનની જે થવાની હતી એ ટિકિટ કન્ફર્મ થઇ નથી, પણ બીજી બેકઅપ ટિકિટ્સ લઇ લેવામાં આવી છે, જે એકદમ વિચિત્ર સમયની હોવા છતાં, બીજો કોઇ વિકલ્પ નથી (હાલ પૂરતો).

* દિવાળીનું (મારું) શોપિંગ? થઇ ગયું છે: પાણીની નવી બોટલ, સાયકલ માટે મોબાઇલનું સ્ટેન્ડ વગેરે!

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s