અપડેટ્સ – ૧૧૩

* આજ-કાલ સિંગાપોરમાં બેઠો-બેઠો સિંગ ખાઇ રહ્યો છું અને અત્યંત વ્યસ્ત (મોશી, મોશી) હોવાથી કોઇ નવી પોસ્ટ લખી શકાતી નથી. આ લખી રહ્યો છું ત્યારે મોઢાં અને માથામાં ભયંકર પરસેવો થઇ રહ્યો છું. કારણ કે, અહીં પંખો નથી અને એસીનું રિમોટ મળતું નથી (ઓકે, મને થોડી શરદી થઇ લાગે છે).

* સિંગાપોર સરસ છે, મોંઘું છે, ચોખ્ખું છે અને રહેવાલાયક છે. આજે પહેલી વાર અહીં નાનકડી દોડ કરી અને મજા આવી ગઇ. જોકે ભેજ બહુ હોવાથી મેરેથોન દોડવી અઘરી છે અને રે (અ)મારા નસીબ, પછી ખબર પડી કે ૧લી તારીખે સિંગાપોરમાં મેરેથોન છે😦 હવે શું થાય? એ જ દિવસે તો અમે પાછાં આવવાનો કાર્યક્રમ બનાવીએ છીએ (અહીં અમે = હું, એમ ધારી લેવું!).

* થોડા દિવસોથી ઘણું શીખવા મળી રહ્યું છે. પાછા આવતી વખતે અહીં કરેલી ખરીદી કરતાં અહીંથી મેળવેલું જ્ઞાન વધુ કિંમતી હશે.

* આજનું અને આવતી કાલનું ડિનર સ્પેશિયલ છે. હવે થોડો બ્લોગ માટે સમય મળશે એટલે ફરીથી કાલે અને પરમ દિવસે પોસ્ટ આવવાની શક્યતા ખરી. ચાલો ત્યારે, આવજો. આજે સમય મળે તો અહીંની કોઇ પુસ્તકોની દુકાન શોધવી છે, અત્યાર સુધી જાણવા મળ્યા પ્રમાણે અહીં લોકોને બહુ વાંચવાનો સમય મળતો જ નથી. અને હા, ફોટાઓસ્ કાલે.

3 thoughts on “અપડેટ્સ – ૧૧૩

  1. વાહ માલિક તમે તો વિદેશ યાત્રાઓ કરો છો ને જોરદાર🙂 એટલે આજકાલ પોસ્ટ આવતી નથી અને અમે વલખા મારીએ છીએ

    Like

      1. સરજી જાત્રા તો ના આવું , ઈશ્વર બોલશે માંડ માંડ તો નીચે મોકલ્યો તો , પાપી માણસ બનાવીને… આ ક્યાંથી આયો જાત્રા કરવા😉

        Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s