રેસ રિપોર્ટ: મુંબઇ મેરેથોન ૨૦૧૪

* તો ફરી પાછી, આવી મુંબઇ મેરેથોન ૨૦૧૪ (ઓફિશિઅલ નામ: સ્ટાન્ડર્ડ ચાર્ટડ મુંબઇ મેરેથોન ૨૦૧૪). આ મેરેથોન ભારતની બોસ્ટન મેરેથોન ગણાય છે અને આખા ભારત (અને બહારથી) લોકો દોડવા માટે આવે છે. તો થઇ જાય નાનકડો ટચૂકડો રેસ રિપોર્ટ?

* સવારે ૩.૦૫ એ ઉઠ્યો અને સાડા ત્રણ જેવો સ્ટેશને જવા નીકળ્યો. સદ્ભાગ્યે અડધે રસ્તે પણ રીક્ષા મળી એટલે શાંતિ થઇ (એ પહેલાં અડધો કિલોમીટર દોડ્યો અને એક પણ કૂતરું પાછળ ન પડ્યું એ મારું સદ્નસીબ!). સ્ટેશનથી ૩.૫૬ ની ટ્રેન પકડી. જોગેશ્વરી સ્ટેશને ડબ્બો બદલીને બીજાં રનર્સ હતાં તે ડબ્બામાં ગયો અને છેક મરીન લાઇન્સ સુધી ભરપૂર વાતો કરી. આગલાં દિવસે અહીં બહુ ઠંડી હતી અને સવારે પણ ઠંડી લાગતી હતી એટલે અમે બહુ ખુશ હતા. મરીન લાઇન્સથી આઝાદ મેદાન સુધીની ટેક્સી મળી ગઇ એ પણ મજા આવી. ત્યાંથી મેદાન પર પહોંચી વાર્મ-અપ કરીને બીજાં રનર્સને મળ્યાં. અમદાવાદની પબ્લિક – સોહમભાઇ, રાજેશ, રેનીસ, પાટિલભાઇ, સમીર, રણજીત અંકલ વગેરે મળ્યા. સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચતા ૫.૪૭ થઇ ગઇ હતી અને ત્યાંથી શરુ થઇ લાંબી મુસાફરી! લગભગ ૧૫ કિલોમીટર સુધી મારી ઝડપ એવી હતી કે ૪ કલાકમાં મેરેથોન પૂરી થઇ જાય. સી-લિંક પૂરો કરતાં પણ મારી ઝડપ સારી રહી. ૨૮ કે ૨૯ કિલોમીટરનાં માર્ક ઉપરથી ધીમો પડવાનો શરુ થયો (હા, ૨૬ કિલોમીટરે એલિટ રનર્સે મને ક્રોસ કર્યો) અને પછી ગાડી ગબડી કે પેડર રોડ સુધી માંડ-માંડ પહોંચ્યો. પેડર રોડ શાંતિથી ક્રોસ કર્યો ત્યારે થયું કે હજી પણ ૪.૩૦ કલાકમાં થઇ જશે, પણ મારી ગણતરી ખોટી પડી. છેલ્લાં બે કિલોમીટર પણ હું બરોબર દોડી ન શક્યો. છેવટે, મમ્મી-પપ્પા-રિનિત અને કવિનને ૧૦૦ મીટર બાકી હતું ત્યાં જોયા અને બોલ્ટની ઝડપ મારામાં આવી ગઇ😉

* મેડલ લીધો, શેરડીનો જ્યુસ પીધો અને અમે બધાં પાછાં ઘરે આવ્યા. એ પહેલાં બીજા રનર્સ જોડે સારી એવી વાતો કરી અને તેમના જોડે રેસના અનુભવો વહેંચ્યા. બધાંને અભિનંદન પણ આપ્યા.

બોધપાઠ્સ:
૧. ઓછામાં ઓછી બે-ત્રણ ૩૨-૩૫ની દોડ કરવી.
૨. ટોપી પહેરવી. પેલું બફ આપણાં કામનું નહી.
૩. આગલાં દિવસે હજી થોડું વધારે ખાવું.
૪. મેરેથોન ભારે વસ્તુ છે🙂

ફોટાઓ વગેરે ફેસબુક પર છે. મેરેથોન-ફોટોસ.કોમમાં પણ આ વખતે ઘણાં ફોટાઓ જોવા મળ્યા છે.  હા, કોકીનો અને મારા કોચ રાજ વડગામાનો (અને આખી ટીમનો) ફરીથી આભાર!

પરિણામ:
૧. ગારમિન લૉગ.
૨. ઓફિશિયલ પરિણામ. બીબ નંબર: ૬૪૧૧.

6 thoughts on “રેસ રિપોર્ટ: મુંબઇ મેરેથોન ૨૦૧૪

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s