આઠ વર્ષ

* હેલ્લો વર્લ્ડ!

* બ્લોગ જગતમાં (અ)મારા આઠ વર્ષ પૂરા થયા એ બદલ મને અભિનંદન પાઠવું છું. દિવસે-દિવસે આ બ્લોગની આવૃત્તિ ઘટતી જઇ રહી છે. આ વર્ષમાં તેનું મુખ્ય કારણ કે છે – કિટાણું? ના, કામ-કાજ. આજ-કાલ ફેસબુક પણ બંધ જેવું જ છે, પણ ટ્વિટર હજી અડીખમ છે. તેમ છતાંય, મહિને-દહાડે દસેક પોસ્ટ (સરેરાશ) થઇ જાય છે, જેમાં મુખ્યત્વે અપડેટ્સની પોસ્ટ રહે છે.

* આવતા મહિને થોડો પ્રવાસ છે, એટલે બ્લોગમાં કંઇ નવીનતા આવવાની શક્યતા છે.

બાકી, કવિન પણ હવે મોટો થઇ ગયો છે, અને મને બહુ ભાવ આપતો નથી (સિવાય કે કંઇ રમકડું વગેરે જોઇતું હોય ;)).

વાચન ખાતે, હું પણ આજ-કાલ હવે કિન્ડલમાં વ્યસ્ત રહું છું. હમણાં જ એક યાદી પરથી આ વર્ષમાં વાંચવાનાં પુસ્તકો વિશલિસ્ટમાં ઉમેરીને એક પછી એક વાંચવાના શરુ કર્યા છે. PS: સાયન્સ ફિક્શન પર તમારો કોઇ સુઝાવ હોય તો કહેજો.

લો ત્યારે વધુ એક અપડેટ્સ પોસ્ટ બની જાય એ પહેલાં – સૌ બ્લોગજનોનો આભાર. મળતા રહીશું!

4 thoughts on “આઠ વર્ષ

  1. આઠ વર્ષ માટે અભિનંદન! એ આઠ વર્ષ દરમિયાન બ્લૉગ જગતને એક સુંદર દિશા દર્શાવવામાં તમે જે ફાળો આપ્યો છે એ માટે વિશેષ અભિનંદન!

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.