અપડેટ્સ – ૧૩૨

* રવિવારે પેલી આરે કોલોની-NCPA લાંબી રન પછી આ અઠવાડિયું લગભગ આરામમાં જ ગયું છે. એ દિવસે સવારે માંડ-માંડ બચ્યો (એટલે કે એલાર્મ મિસ થયું પણ, સાથે દોડવા આવવા માટે રોશને ફોન કરેલો એટલે પહોંચી ગયો). મારા નવાં ચમકતાં બૂટ હવે ફરીથી ચેક કરવા પડશે કે પછી હવે આવા લાંબા-લાંબા રનિંગની પ્રેક્ટિસ કરવી પડશે (આ વખતે ૨૯ કિલોમીટર જ દોડાયું).

* રાસ્પબેરી માટે નવું કવર આવી ગયું છે. સપ્તરંગી કવર ebay.in પરથી મંગાવેલું છે, જે આપણાં રાજકોટમાંથી આવ્યું છે. ફોટો મૂકવાની આળસ પૂરી થાય ત્યારે પેલાં ઉપકરણો પાનાં પર અપડેટ કરીશ. એજ પાનાં પર અપડેટ કરવા માટે નવું એક્સર્નલ મોનિટર પણ આવી જશે એવું લાગે છે.

* ચૂંટણી વિશેષ. આ વખતે પણ વોટ આપી નહી શકાય. વ્હોટ!

* વીઝા લેવા એ ભારે કામ છે, ખાસ કરીને આપણાં ભારતીય લોકોને. કદાચ આપણે જ બહાર એટલી ખરાબ છાપ છોડેલી છે કે ભારતીયોને ડબલ ચેક કરીને જવા દેવાય છે. આ વિશે વધુ વિગતો આવતા અંક વિસ્તૃત માહિતી સાથે.

* બોરિવલીમાં ક્યાંક પુસ્તક મેળો છે, તો કાલે જવામાં આવશે. પણ જોવું પડશે કે હજી ચાલુ છે કે નહી 😉

* શનિ-રવિ થોડું કામ, થોડું સાયકલિંગ, થોડું રનિંગ. બીજું શું હોય અમને?!!

3 thoughts on “અપડેટ્સ – ૧૩૨

  1. તમે ઓનલાઇન ખરીદી કરતા રહો છો તો આ પેજ કદાચ આપને ઉપયોગી થઇ શકે છે. – http://marobagicho.com/moj-karo/ આ પેજનો પાસવર્ડ આપને ઇમેલ કરું છું.

    અને આ ઇમેલથી યાદ આવ્યું કે આપને મોકલેલ એક ઇમેલનો હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી.

    Like

    1. હા. જઇને આવ્યો 🙂

      ૧. ગાંઠ છૂટ્યાની વેળા ૨. અણસાર (વર્ષા અડાલજા), ૩. વેરોનિકા (પોલો કોએલો), ૪. બક્ષી: એક જીવની (જયંતિલાલ મહેતા), ૫. ભગવાન પરશુરામ (ક.મા.મુનશી).

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.