અપડેટ્સ – ૧૩૩

* રવિવારે જુહુ બીચ પર દોડ્યા પછી જમણો પગ આરામની સ્થિતિમાં છે. ફેક્ચર નથી 🙂 પણ પેલો ગુલાબી પાટો વત્તા વર્ષો પછી ઢગલાબંધ દવાઓનો ડોઝ મળી રહ્યો છે. પાંચેક દિવસનાં આરામ પછી જ દોડવાની સલાહ આપવામાં આવી છે (અત્યારે તો બરોબર ચાલી શકાતું નથી).

* આરામ એટલે કે પછી બેઠાં-બેઠાં કામ-કાજ વધી ગયું છે, વજન પણ વધી જશે એવી શક્યતાઓ દેખાઇ રહી છે.

* આજ-કાલ ઓનલાઇન કંપનીઓ ‘નેગેટિવ ફીડબેક’ ન આપવાની વિનંતી કરે છે 🙂

* શનિવારે બોરીવલી પુસ્તક મેળામાં આંટો મારી આવ્યો અને,

૧. અણસાર, ૨. ગાંઠ છૂટ્યાની વેળા – વર્ષા અડાલજા, ૩. ભગવાન પરશુરામ – ક.મા. મુનશી, ૪. વેરોનિકા –  પોલો કોએલો અને છેલ્લે વર્ષોથી શોધતો હતો એ ૫. બક્ષી: એક જીવની – જયંતિલાલ મહેતા. લઇને આવ્યો. આ ઉપરાંત સમુદ્રાન્તિકે અને તત્વમસિ – ધ્રુવ ભટ્ટ આ બે પુસ્તકો એમેઝોન.ઇન માંથી મંગાવવામાં આવ્યા.

* કિન્ડલ અત્યારે સાઇડમાં પડ્યું છે, પણ આવતાં પ્રવાસોમાં તેને સાથે રાખવામાં આવશે.

8 thoughts on “અપડેટ્સ – ૧૩૩

 1. બક્ષી: એક જીવની , હું પણ સારા એવા સમયથી શોધી રહ્યો છું . . . બક્ષીનામા તો માંડ માંડ મળી ! તે પહેલા જ્યાં જ્યાંથી મળી હતી , ત્યાં ત્યાં તેની હાલત બિસ્માર હતી !

  બુક્સ’ના પિક્ચર્સ ? ધ્રુવ ભટ્ટ’ની સમુદ્રાન્તિકે ઘણા સમયથી પાસે છે , છતાં વંચાઈ નથી !

  Like

     1. મારા બધાજ પુસ્તકોમાંથી અંદાજે 60% મેં પ્રવીણ પ્રકાશન’માંથી જ લીધા છે [ કેમકે , ત્યાં બારેમાસ 10% ડિસ્કાઉન્ટ હોય છે 🙂 ]

      પણ ચંદ્રકાંત બક્ષી વિશેના પુસ્તકો ત્યાં જરા પણ સરખી રીતે ગોઠવ્યા નથી [ ખરેખર તો એક અલગ કબાટ જ તેને ફાળવવો પડે ! ] પણ જયારે સૌપ્રથમ મેં બક્ષીનામા વિષે ત્યાં પૃચ્છા કરી હતી ત્યારે તો ન મળી હતી , પણ બક્ષીજી’નાં પણ અન્ય માંડ માંડ 6 થી 7 પુસ્તકો જ હતા !! કદાચ હવે સારી સ્થિતિ હશે [ હું છ’એક મહિનાથી નથી ગયો . ]

      Like

      1. બીજી એક જગ્યા જ્યાંથી લગભગ બધું જ મળી જશે … સેન્ટ મેરીઝ સામે એક બુક-સેલ લાગે છે દર ત્રણ મહિને – એ.જે. કે એવું કંઈ નામ છે. ત્યાંથી મેં સ્ટોપર અને સ્પાર્ક-પ્લગ લીધાં હતાં.

       Like

       1. હાં , પુસ્તક મહોત્સવ . . . હું છેલ્લા છએક મહિનાથી ત્યાંથી જ પુસ્તકો લઉં છું . . . એક જ કારણ કે ત્યાં બધું આપણી નજર સામે રખાયેલું હોય છે અને કોઈ નવી બુક અચાનક જ મળી જાય તો લેવાનું મન થાય . . . પણ ત્યાં પણ શરૂઆત’નાં ત્રણેક દિવસ બાદ ખરી અંધાધુંધી હોય છે 😉 – બક્ષીનામા પણ ત્યાંથી જ મળી !

        Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.