ભૂલાયેલો શોખ: સંગીત

.. એટલે કે મ્યુઝિક.

મારો આ બાબતમાં ટેસ્ટ એકદમ મસાલા છે. બેબી ડોલ ગીત મને ગમ્યું, ચાર બોટલ વોડકા પણ ગમ્યું. મન્ના ડે ગમે છે અને એક જમાનામાં અમે માઇકલ જેક્સનનાં ચાહક હતા. મારો ટીમ મિત્ર અમીર કહે છે તેમ, “સંગીત કદી ખરાબ હોતું નથી”. આઇપોડ આવ્યા પછી સંગીત સાંભળવાનું ઓછું થયેલું તે રનિંગ પછી ફરી શરુ થયું મુંબઇ આવ્યા પછી સંગીત સાંભળતા દોડવાનું મુશ્કેલ અને ખતરનાક હોવાથી એ પણ બંધ થયું છે. કામના સમયે સંગીત સાંભળવાનું પણ બંધ થયું છે. ફોનમાં પણ ગણ્યાં-ગાંઠ્યા ગીતો રહ્યા છે, તેમ છતાંયે કોઇક વખત સંભળાઇ જાય છે. આ પોસ્ટ યાદ આવી તેનું કારણ જોકે કર્નલ મોડ્યુલ સંગીત છે. નેટકેટ નામના બેન્ડે લિનક્સ કર્નલ મોડ્યુલ તરીકે તેમનું સંગીત રજુ કર્યું છે. જે તમે તેમની ગીટહબ રેપોઝિટોરી પરથી મેળવીને, મોડ્યુલ કમ્પાઇલ કરીને, કમાન્ડ લાઇન પર સાંભળી શકો છો!🙂

નેટકેટનું સંગીત
નેટકેટનું સંગીત

9 thoughts on “ભૂલાયેલો શોખ: સંગીત

  1. બેબી ડોલ મને પણ ગમ્યું [ અને ગમી😉 ]

    કારણ એ જ કે જે પહેલા આવા પોપ સોંગ્સ’ની આંધી આવેલ . . . તેવું જ ઇઝી અને મેલોડિયસ સેટઅપ !

    [ જાણે કે મેલડી ખાઓ ઔર ખુદ જાન જાઓ🙂 ]

    Like

  2. “સંગીત કદી ખરાબ હોતું નથી” …. અમીર ને કદાચ જસ્ટીનબા(ભા)ઈ ની મુલાકાત લેવડાવી પડશે😉

    Like

      1. હિમેશ’ની જે લેટેસ્ટ ફિલ્મ રીલીઝ થવાની છે , તેનું નામ જ ” એક્સપોઝ ” છે😉 હવે જોઈએ કોણ એક્સપોઝ થાય છે !

        હાં , પણ એટલી વાત પાક્કી છે કે રસ્તા પર નીકળતી મહતમ રીક્ષા’ઓમાં તેની આ મુવીના સોન્ગ્સ ચાલવા માંડ્યા છે – – રીક્ષા’વાળાઓએ હિમેશ’ને અંજલિ આપી દીધી🙂

        Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s