અપડેટ્સ-૧૩૬

* કવિનનું પરિણામ આવી ગયું છે. ધાર્યા કરતાં ઓછાં ગ્રેડ આવવાની અમારી કૌટુંબિક પરંપરા એણે જાળવી રાખી છે😉 પણ, સ્વિમિંગમાં તેના કહ્યા મુજબ તેને આવડી ગયું છે, હવે કોઇક વોટર પાર્કમાં જઇએ (અથવા બહુ ઓછી એવી સંભાવનામાં કોઇ ક્લબનાં મેમ્બર બનીએ અને ત્યાં સ્વિમિંગ પુલ હોય તો) ત્યારે તેનો ટેસ્ટ કરવામાં આવશે. કવિનને આત્મવિશ્વાસ આવી ગયો છે, એ મારા મતે સૌથી મોટી વસ્તુ છે.

* અત્યારે વિચિત્ર ટાઇમઝોનમાં કામ કરવાનું આવ્યું છે (એટલિસ્ટ આવતા ૧૦ દિવસ સુધી) એટલે સમયપત્રક ખોરવાઇ ગયું છે.

* સાતારા (હાફ) અને હૈદરાબાદ (ફુલ) મેરેથોન માટે નોંધણી કરાવવામાં આવી છે. એમાં સાતારાનો લાભ સરસ વાતાવરણ વત્તા વેકેશન સાથે ઉઠાવવામાં આવશે. હૈદરાબાદની તૈયારી હજી બરોબર શરુ કરી નથી. છેલ્લાં રવિવારે ૩૦ કિલોમીટરની જગ્યાએ ૨૨.૬૬ પર આવી અટકી ગયો. જોકે મને ખુશી થઇ કે મારા બે મિત્રોને તેમનો ૨૧ કિલોમીટરનો રેકોર્ડ તોડવામાં સાથ આપ્યો અને તેમણે ૩૨ કિલોમીટર પૂર્ણ કર્યું. આ વખતે પણ NCPA પર સારી એવી સંખ્યામાં રનર્સ આવ્યા (અને એ પણ આવી ગરમીમાં)! હવે, વરસાદની રાહ જોવાય છે😉

* અને હા, થિઓબ્રોમામાં ફરી પાછો બ્રેકફાસ્ટ તો ખરો જ.

* અકૂપાર નાટક સ્વરૂપે આવ્યું છે. જોવા જવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s