અપડેટ્સ – ૧૪૩

* આ અપડેટ્સ પણ દસેક દિવસ પછી આવી રહી છે એટલે બહુ બધી નવા-જૂની છે. પહેલાં તો વરસાદ. થેન્ક યુ, વરસાદ. એટલે હવે, અમને અને અમારા વીજળીબિલને રાહત રહેશે (જોકે રીલાયન્સે દર ઘટાડવાની જગ્યા એ મસ્ત રીતે આરામથી વધાર્યા છે એ જોતા આ રાહત બહુ ટકે એવું લાગતું નથી).

૧. રવિવારે આરે-NCPA દોડવાનું આયોજન હતું. ઇશિતા અમદાવાદથી આવવાની હતી એટલે નક્કી કર્યું કે શિવાજી પાર્કથી શરુ કરીએ. તેમ છતાંય, તેનો પગ દોડવા યોગ્ય નહોતો એટલે પછી NCPA જઇને ૧૦ કિલોમીટર દોડ્યો. ત્યાં જબરો ટાઇમપાસ કર્યો અને પછી બાબુલનાથ મંદિર જોડે મળતા ફેમસ સમોસા ખાધા. ફોટાઓ અહીં છે.

૨. સોમવારે IIT મુંબઇ ખાતે એક હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન જરા ફાસ્ટ-ફોર્વડ રીતે કરાયું એટલે હેકાથોનમાં સંચાલન કરનાર ડેવલોપર છેવટે હું એકલો જ હતો અને થોડી તકલીફો બાદ કરતા છેવટે બધું યોગ્ય રીતે પાર પડ્યું. પવઇ જવાનું અને પાછાં આવવાનું એવું જ તકલીફ ભર્યું રહ્યું. ત્યાં દોડવાનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો. ત્યાંના ફોટાઓ અહીં જોવા મળી શકશે.

૩. મંગળવારે મંગળ. એટલે કે કવિનનું પ્લાસ્ટર ખૂલી ગયું અને ઓલ ઓકે. તેમ છતાંય, એકાદ દિવસના આરામ પછી તે આજે સ્કૂૂલમાં ગયો. આવી સરસ શાંત સવાર દિવસો પછી જોવા મળી 😉

૪. રીલાયન્સનું ઇન્ટરનેટ ૨૮ તારીખથી બંધ છે (હા, વીજળીનું બિલ ચાલુ છે). અનરિલાયબલ. ટાટાના મોડેમને તિલાંજલી આપી તેનું વાઇ-ફાઇ વાળું વર્ઝન લેવામાં આવ્યું છે. જે અત્યાર સુધી તો સારું ચાલે છે. એકદમ યુઝર ફ્રેન્ડલી પ્રોડક્ટ. એટલે હવે, અમારે પેલા લિઓક્સિસ મોડેમ પર આધાર રાખવો નહી પડે. મને થાય છે કે, આ રીલાયન્સ વાળા આ રીતે બિઝનેશ કેવી રીતે કરી શકે? કસ્ટમર કેર ટોટલ ક્લુલેસ છે.

૫. ગયા શુક્રવારે અને સોમવારે રાત્રિ રનનો આનંદ ઉઠાવવામાં આવ્યો. સોમવારે તો રાત્રે ૧૦ થી ૧૧ સુધી દોડવાની મજા આવી ગઇ. દોડવાની એક નવી દિશા (એટલે કે.. માર્ગ) મળી ગઇ છે.

9 thoughts on “અપડેટ્સ – ૧૪૩

  1. કદાચ કાર્તિકભાઈ દોડ’માંથી નિવૃત થશે , ત્યાં સુધીમાં તો તેઓએ પૃથ્વી’ને એકાદ બે આંટા મારી લીધા હશે 🙂

    અમને પણ સમોસા અને કવિન’નાં પ્લાસ્ટર ખુલવાની વાતે જ ઉત્સાહિત કરી મુક્યા !

    Sidetalk : બાય ધ વે : રાજકોટ ફરસાણ’નું સ્વર્ગ છે . જય રાજકોટ 🙂

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.