ક્રેક

* ના. અહીં લખનાર ક્રેક માણસ (મોટાભાગના લોકોના મતે)ની ક્રેક વિશેની વાત નથી કે પછી કેક (cake)ની જોડણી પણ ખોટી નથી.

આ વાત છે, સાયકલની ફ્રેમમાં પડેલી ક્રેકની. ગઇકાલે પેલી ૩૦૦ કિલોમીટરની BRM રેસ માટે સાયકલ ચકાચક કરાવવા માટે લઇ ગયો ત્યારે અચાનક અમારી નજર સાયકલની ફ્રેમમાં પડેલી નાનકડી ક્રેક પર પડી. સામાન્ય રીતે મારી સાયકલ જેવી MTB મજબૂત હોય પણ, ગમે ત્યારે ક્રેક પડી શકે છે. કેવી રીતે પડી એ તો રામ જાણે, પણ પડી એટલે અમે પણ ચિંતામાં પડ્યા. બે વિકલ્પો હતા:

. નવી સાયકલ આ સાયકલના બદલામાં લેવી.

. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ સાયકલ ચલાવવી (અને હાડકાં ભાંગવા).

તો, છેવટે અમે મેડિક્લેઇમ પાસ કરાવવાનું જ નક્કી કર્યું છે અને વિકલ્પ ૨ પસંદ કર્યો છે. એલોય (એલ્યુમિનિયમ)ની ફ્રેમ હોવાથી વેલ્ડિંગનો વિકલ્પ પણ બંધ છે એટલે હવે કોઇ એક્સપર્ટ એન્જિનિયર (જેવાં કે વડોદરા ગામનાં નરેન્દ્રભાઇ મિસ્ત્રી)ની સલાહ બે દિવસ પછી લેવામાં આવશે, સાથે-સાથે સાયકલિંગ ફોરમ્સ વગેરેમાં પણ મગજમારી કરવામાં આવશે. એટલે સાયકલિંગ ૨૦-૩૦ કિમી સુધી મર્યાદિત જ રહેશે, એટલે કે ૩૦૦ કિલોમીટર પર હવે ક્રેક ફરી વળી છે🙂

ત્યાં સુધી રનિંગની પોસ્ટ જ આવતી રહેશે😉

One thought on “ક્રેક

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s