ફિલમ: બે યાર

* હવે અગાઉ નક્કી કર્યા મુજબ અમે બે યારની બે ટિકિટ્સ લીધી હતી (કારણ કે કવિનને દાદાને ત્યાં જવાનો કાર્યક્રમ હતો), પણ રાત્રે અચાનક ગણપતિ વિસર્જનની ડીજે પાર્ટીનો અવાજ જોઇને તેનો કાર્યક્રમ બદલાયો અને અમને ટેન્શન થઇ ગયું કે જોડે ટિકિટ મળશે? છેવટે, કોર્નરની ટિકિટ લીધી હોવા છતાં યોગ્ય રીતે ટિકિટ મળી ગઇ. તો, એક નાનકડો રીવ્યુ.

કેવી રીતે જઇશ જોયા પછી મને હતું કે અભિષેક જૈન સો ટકા આવી જ બીજી ચકાચક ફિલમ બનાવશે જ અને જ્યારે બે યારનું ટ્રેલર જોયું ત્યારે થઇ ગયું કે હવે આને તો થિએટરમાં જ જોવાય. ફિલમની વાર્તા તો મોટાભાગે તમને ખબર જ હશે તેમ છતાંય,

૧. અમદાવાદની પોળનું બેક ગ્રાઉન્ડ.

૨. ચાની દુકાન.

૩. (થોડા રખેડેલ પણ) ઊંચી મહત્વકાંક્ષા ધરાવતા મધ્યવર્ગનાં યુવાન મિત્રો.

૪. ધુતારા ઢોંગી બાબા.

૫. લોભી પૈસાદાર આર્ટ ડિલર.

૬. મિત્રો માટે મરી મીટવા તૈયાર મિત્રો.

આ બધાંને ભેગા કરીને યોગ્ય રીતે ગોઠવો એટલે બે યાર તૈયાર? ના, એમાં અભિનય નાખવો પડેને ગુજરાતી ફિલમોનું સ્ટાન્ડર્ડ બીબું હટાવવું પડે. એમાં રીસ્ક, ગુજરાતી લોકોનું માનસ અને એકપણ તાળી ન સાંભળવાની તૈયારી રાખવી પડે. બે યાર બધાંને ગમી એનું કારણ છે કે એમાં આ બધું સચવાયું છે. રોજ-બરોજની અમદાવાદી ભાષા (અને ગાળો પણ) છે – એ અભિષેક જૈનનાં દિર્ગદર્શનનો પ્લસ પોઇન્ટ છે જ.

હેટ્સ ઓફ – બે યારનાં બધાં કલાકારો અને પડદા પાછળની વ્યક્તિઓને.

PS: બે યાર વખતે લીધેલો અમારો બે ડિગ્રી ટિલ્ટ કરેલો સેલ્ફી🙂

4 thoughts on “ફિલમ: બે યાર

  1. અંગત ધડાકો : મને ” કેવી રીતે જઈશ ” જરા પણ નહોતી ગમી અને મારું તારા રમ પમ થઇ ગયું હતું ! [ હવે જોઈએ , આ મુવીમાં કેવી મજા આવે છે ? ]

    . . . મસ્ત / અલમસ્ત સેલ્ફી ( સ્વયંચિત્ર😉 )

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s