અપડેટ્સ – ૧૫૨

(આ પોસ્ટ, રહસ્યમય રીતે ડ્રાફ્ટમાં જતી રહી હતી એટલે ગઇકાલની જગ્યાએ આજે પ્રકાશિત કરાઇ છે)

* આનંદો. ગુગલ ક્રોમ વત્તા કેડીઇ વત્તા ગુજરાતી ઇનપુટ મેથડ (સિસ્ટમ ડિફોલ્ટ) ફરીથી કામ કરતાં થઇ ગયા છે. એટલે, કોમ્પ્યુટર હવે ફરી પાછું એક જ બ્રાઉઝર પર ચાલશે.

* વર્ડપ્રેસની નવી પોસ્ટ સિસ્ટમ બેકાર છે.

* કવિનની પરીક્ષાઓ ચાલુ છે, પણ તેને માઇનક્રાફ્ટમાં વધુ રસ છે. માઇનક્રાફ્ટ ખરેખર મસ્ત ગેમ છે.

* ના. ફ્લિપકાર્ટના એ ફ્લોપ દિવસે કોઇ પણ શોપિંગ કરવામાં નહોતી આવી. જોકે મારી લાગણી ફ્લિપકાર્ટના ટેકનિકલ વિભાગ સાથે છે તો મારો ગુસ્સો તેમનાં માર્કેટિંગ વિભાગ સામે છે.

* નવાં પુસ્તકો:
૧. ફેન્ટમ કોમિક્સ (ડાયમંડ ડાયજેસ્ટ) ૧, ૨ અને ૩.
૨. શિવ મહાપુરાણ (સંક્ષિપ્ત)

* સાયકલ હજી ખોડંગાતી જ પડી છે. લોંગ ડ્રાઇવનો કાર્યક્રમ બને તેમ લાગતું નથી!!

* વસઇ-વિરાર મેરેથોન ચૂંટણીને કારણે હવે ૨૧મી ડિસેમ્બરે ખસેડાઇ છે. સરસ. મને ઠંડીમાં દોડવાની આમેય મજા આવે છે વત્તા જૂની તારીખે એક સામાજીક પ્રસંગે જવાનું ગોઠવાયેલું એટલે હવે શાંતિથી દોડાશે 😉

3 thoughts on “અપડેટ્સ – ૧૫૨

  1. ફ્લિપકાર્ટના એ ફ્લોપ દિવસને મોટો બનાવવામાં અમે એક નાનકડો ફાળો આપ્યો’તો, જેની જાણકારી અમે અમારા ઠેકાણે યોગ્ય સમયે આપીશું! 🙂

    શિવ મહાપુરાણ સંક્ષિપ્તમાં જ વંચાય એવું છે… વિસ્તૃત સંસ્કરણ અને તેની ‘ઉચ્ચ’ ભાષા જોઇને તો તેને પુરું સમજવા માટે મને બીજો જનમ લેવો પડે એવું લાગ્યું’તું…

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.