અપડેટ્સ – ૧૫૩

* ફરી પાછી ચૂંટણીઓ આવી અને ગઇ. એટલિસ્ટ, કોંગ્રેસ આવી એટલે શાંતિ છે.

* * વેકેશન પડી ગયું છે પણ મારે વધુ કામકાજ ચાલુ જ છે. આ અઠવાડિયું આખું દોડાદોડમાં રહ્યું. પેલું દોડવા વાળું દોડવાનું નહી પણ, ભાગંભાગ. પુને જવાનું નક્કી થયું અને એમાં ફેરફાર કરવો પડ્યો એટલે કોઇને મળવાનો કે ત્યાં દોડવાનો સમય ન મળ્યો. બીજા દિવસે ગુગલ વેબ ફોન્ટ અંગેની એક વર્કશોપ રચના સાંસદ કોલેજ, દાદર ખાતે હતી. વર્કશોપમાં જવામાં વાંધો નહી પણ “દાદર ઇઝ સ્પાર્ટા”. જતાં જવાય પણ વળતાં તો જેને મદદે ખુદા હોય એજ આવી શકે. અમે આવ્યા, એટલે ખુદા-ભગવાન અમારી જોડે છે એમ કહી શકાય. વર્કશોપ સરસ રહી. મારા ફોન્ટ અંગેના જ્ઞાનમાં વધારો વત્તા નવાં ફોન્ટ બનાવવાના વિશલિસ્ટને અગ્રતા આપવાની જરૂર છે એમ લાગ્યું. ડેવ અને પાથુમને મળવાની અને વાતો કરવાની મજા આવી.

* આજે સવારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અજય, જે રનર છે અને અકસ્માતમાં હાથ ગુમાવેલો છે, તેની મદદ (પ્રોસ્થેટિક હાથ માટે) માટેની એક ૧૫ કિ.મી.ની નાનકડી દોડમાં ભાગ લીધો. હા, સવારે ચશ્માં પહેરવાનું ભૂલી ગયો અને દરવાજો બંધ કર્યો (લેચ), અને ઘરની ચાવી તો હું જોડે લેતો નથી એટલે ચશ્માં વગર પહેલી દોડ એ પણ મારી રનિંગ કારકિર્દીમાં એક માર્ક (“તેજા મે હું”) ગણી શકાય😉

* અને હા, ફટાકડાં લઇ લેવામાં આવ્યા છે, લાગે છે કે એ બે દિવસમાં પૂરા થઇ જશે…

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s