પુસ્તક: યુગયાત્રા

યુગયાત્રા

* બેકગ્રાઉન્ડ

આ પુસ્તક સને ૧૯૯૩-૧૯૯૪માં જોવા મળ્યું હતું (પુસ્તકાલયમાં) અને લગભગ દસેક વખત વાંચી લીધા પછી અમને વિશ્વાસ થઇ ગયો કે સાયન્સ ફિક્શન જ ભવિષ્ય છે!🙂 ત્યારબાદ રેડિયો પર નાટક સ્વરૂપે પણ સાંભળવામાં આવેલું (એક પણ પ્રકરણ ગુમાવ્યા વગર).

* પુસ્તક

યશવન્ત મહેતા પહેલેથી જ મારા ફેવરિટ સાયન્સ ફિક્શન લેખક રહ્યા છે. ધોરણ ૬ અને ૭ ના ગાળામાં જ્યારે વિજ્ઞાન એ જ મારો પ્રિય વિષય હતો (પ્રિય એટલે કે એમાં જ માર્ક્સ આવતા ;)) ત્યારે સાયન્સ ફિક્શનની ભૂખની જ્વાળા ઠારવા માટે વિજ્ઞાન શબ્દ લખેલું દરેક પુસ્તક વાંચી કાઢવામાં આવતું હતું. યુગયાત્રા કદાચ પહેલું એવું પુસ્તક હતું જે ઓરિજીનલ વાર્તા ધરાવતું હતું (અગાઉ વાંચેલા મોટાભાગનાં ભાષાંતર હતા) અને મારા પ્રિય ઉપ-વિજ્ઞાન વિષયો જેવાં કે, ટાઇમ ટ્રાવેલ, લાંબી સમાનવ અવકાશી મુસાફરી (કફ, ઇન્ટરસ્ટેલર!), એલિયન્સ, પ્રાચીન સંસ્કૃતિ વગેરેને ટચ કરતું હતું.

પુસ્તકની શરૂઆત અલગ રીતે થાય છે. ગિર (જે હજું જોવાનું બાકી છે) બેકગ્રાઉન્ડ આપણને બહુ ગમે એટલે વાર્તા જોડે તરત જ સમન્વયની શરુઆત મારા માટે થાય છે. કોને ૨૦,૦૦૦ વર્ષ પહેલાંની કાળ-યાત્રા ન ગમે?? યુગ યાત્રા શરુ થયા પછી કદાચ હવે એવું લાગે કે વાર્તા બોરિંગ બનશે પણ યશવન્તભાઇની કલમનો કમાલ યાનના ઉતરાણ પછી છે. પ્યોર સાયન્સ પ્રામાણે થોડીક વસ્તુ ખૂંચે પણ એ તો સાયન્સ ફિક્શનમાં ચાલે🙂

* શોધ

આ પુસ્તકની તપાસ છેલ્લાં ૧૦ વર્ષોથી કરતો હતો, પણ ક્યાંય ઓફલાઇન કે ઓનલાઇન મળ્યું નહી. કંટાળીને (યુગયાત્રા શબ્દની ગૂગલમાં શોધ કરો, મારી શોધ ખબર પડશે!) એક દિવસ ગૂર્જરમાં ફોન કર્યો તો ખબર પડી કે સ્ટોકમાં છે (કારણ? પુર્નમુદ્રણ! ડિસેમ્બર ૨૦૧૦). ઓર્ડર આપ્યો અને થોડી રાહ જોતાં મળ્યું, ફરી વાંચવામાં આવ્યું અને એના પ્રતાપે આ પોસ્ટ આવી!

5 thoughts on “પુસ્તક: યુગયાત્રા

  1. આ પુસ્તક વિષે મુજ પામર’ને ખબર તો ઠીક અણસાર સુધ્ધા નહોતો !! હવે યુગયાત્રા હાથમાં આવી નહિ જાય ત્યાં સુધી હું જંપીશ નહિ🙂

    Like

  2. હેલ્લો કાર્તિકભાઈ,

    યુગયાત્રાના રીવ્યુ માટે ખૂબ ખૂબ અાભાર.

    અાજે અેક બાળકો માટેનું રશિયાથી પ્રકાશિત થતું (“મીશા” જાન્યુઅારી ૧૯૮૯) મેગેઝીન વાંચતો હતો ત્યારે મગજ ચકરાવે ચડી ગયું. મનમાં થયું કે અા ચિત્રો ક્યાંક જોયા છે!

    પછી યાદ અાવ્યું કે અા તો યુગયાત્રાના કવર પેઇજ જેવું લાગે છે. પછી તપાસ કરતાં ખબર પડી કે પ્રકાશકે ડાઇરેક્ટ કવર પેઇજના ગ્રાફિક્સની ઉંઠાતરી કરી હોય અેમ લાગે છે. ૧૯૮૯ના મેગેઝીનના ફોટા લિંક્સમાં મુકુ છું.

    https://drive.google.com/drive/folders/0ByYunRe410eTWWhFWVV4N25EVGM?usp=sharing

    પેઇજ ૧ જોવા વિનંતી.

    અાભાર
    વિદ્યાધર

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s