અપડેટ્સ – ૧૬૧

* આ અઠવાડિયામાં ઢગલાબંધ કામ આવી પડ્યું (મજા આવી, એ વાત અલગ છે!) અને હવે જમણો પગ થોડો હચમચ્યો છે એટલે દોડવામાંથી બ્રેક લીધો છે, પણ ટ્રેઇનિંગ શરુ કરી દીધી છે. ૨૨ તારીખે ૧૦ કિલોમીટરની દોડ છે, પણ ઇઝી દોડવામાં આવશે.

* સોશિઅલ નેટવર્કિંગના ત્રાસમાંથી છૂટવા માટે પહેલું પગલું – ફેસબુક અને ટ્વિટરને અનઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, તેમજ બધાં રનિંગ ગ્રૂપમાંથી બાય-બાય કહેવામાં આવ્યું છે. સાયકલિંગ સમૂહો નિરુપદ્રવી હોવાથી હજી એમનાં એમ છે. જ્યારે લાગશે કે આ પણ નોનસેન્સ તરફ ગતિ કરે છે તો તેમને પણ બાય-બાય.

* ગઇકાલે વિક્રમ-વેતાળની દૂરદર્શન વાળી ધારાવાહિક જોવાની ચાલુ કરી છે. દરરોજ એક પ્રકરણ જોવાનું નક્કી કર્યું છે. યુટ્યુબ ઝિંદાબાદ!

* નવું અને મોટ્ટું ટીવી લેવાનો વિચાર હાલ પૂરતો પડતો મૂકવામાં આવ્યો છે. ભારત હારી જાય તો ભાવ ઓછાં થઇ જાય અને બજેટમાં આવી જાય એવી ગણતરીથી નક્કી કર્યું કે વર્લ્ડકપ પછી જ લઇશું 😉 (સોરી, ક્રિકેટપ્રેમીઓ)

* નવી ઘડિયાળ મંગાવવામાં આવી છે. વધુ વિગતો, આવતા અંકે…

Advertisements

3 thoughts on “અપડેટ્સ – ૧૬૧

 1. આ લોકોએ તો હજુ હમણાં બેટમેન-રોબીન બનાવ્યા , પણ આપણે વિક્રમ’વૈતાળ તો કે’દાડા’નાં બનાવી નાખ્યા અને વાસી પણ કરી નાખ્યા [ જોકે હજુ પણ એકે’એક સ્ટોરી જોવાની મજા આવે છે . . . એ સમય’નાં સેટ’સ હાલ’નાં સેટ’સ કરતા ઘણા જુના ગણાય છતાં પણ ઘણા ઓથેન્ટિક લાગે છે ! ]

  મારી પણ અલીફ’લૈલા જોવાની ઈચ્છા છે ! જય રામાનંદ સાગર 🙂

  Like

  1. છેલ્લે તો એ સુર ઘણો ઉંચો ચાલ્યો જતો 😉 [ BTW : જયારે જયારે જીન આવતો હતો ત્યારે ત્યારે વિના કારણે હસતો જ રહેતો [ આવે ત્યારે પણ અને જાય ત્યારે પણ 😀 ]

   હવે ઇન્ડિયન ફેન્ટસી ટીવી સીરીઝ’માં મજા નથી આવતી ! ખબર નહિ , કદાચ એ વખતે નાના હતા માટે અથવા તો અત્યારે મોટા થઇ ગયા છે , માટે o_O

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.