વિકિપીડિયા: કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન

* હવે ગુજરાતી વિકિપીડિયામાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન અથવા ગુજરાતીમાં કહીએ તો ભાષાંતર સાધન પ્રાપ્ત છે. આ સાધનનું ડેવલોપમેન્ટ વિકિપીડિયાની લેંગ્વેજ એન્જનિયરીંગ ટીમે કર્યો છે (જેમાં મારો પણ સમાવેશ થાય છે :)). ગુજરાતી માટે આપમેળે ભાષાંતર કે ડિક્શનરીની સગવડો હજુ પ્રાપ્ત નથી (નવો પ્રોજેક્ટ – કોઇને જોડાવાની ઇચ્છા છે? મારો સંપર્ક કરવો) પરંતુ આ સાધન વડે તમે સહેલાઇથી એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરી શકો છો. દાત. અંગ્રેજી (en) અને સિમ્પલ અંગ્રેજી (simple) ગુજરાતી માટે અત્યંત મદદરુપ છે. સિમ્પલ એ અંગ્રેજી વિકિપીડિયાની સરળ આવૃત્તિ છે, જેમાં લેખો એકદમ સરળ રીતે લખાયેલ છે.

કન્ટેન્ટ ટ્રાન્સલેશનની વધુ વિગતો નીચેની કડીઓ પરથી મળશે.

૧. નવું કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધન
૨. કન્ટેન્ટ ટ્રાન્સલેશન કેવી રીતે મદદરુપ થયું
૩. કન્ટેન્ટ ટ્રાન્સલેશન અંગેનાં આંકડાઓ

કોઇ સમસ્યા? મારો સંપર્ક કરવો!!

6 thoughts on “વિકિપીડિયા: કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન

  1. @All, તમે બે રીતે મદદ કરી શકો છો. ૧. જો તમને રસ હોય તો, તમે આ સાધનનો ઉપયોગ કરી ગુજરાતી વિકિપીડિયામાં ભાષાંતર કરી નવા લેખ ઉમેરી શકો છો. દરમિયાન પડેલી તકલીફો બગ રુપે મને-અમને મોકલી શકો છો 🙂 ૨. જો જાવાસ્ક્રિપ્ટ, પચપ (PHP!) નું જ્ઞાન હોય તો, પ્રોજેક્ટ સંપૂર્ણ પણે ઓપનસોર્સ છે (node.js પણ ખરું) એટલે ત્યાં પણ મદદ કરી શકો છો. આ સિવાય આને વધુ સારું બનાવવાનાં બધાં જ સૂચનો આવકાર્ય છે.

    Like

  2. બેન કિંગ્‍સલીનો અનુવાદ કર્યો. પેહલા કરતા side by side અનુવાદ સરળ પડે પણ લીંક અને બીજા વિકીમાંર્ક્સ વાપરવાની આદત હોવાથી તકલીફ પડે છે. હું ઈનપુટ ટૂલ ગૂગલનું વાપરું છું જેથી typing સરળ રહે.

    https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8_%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E2%80%8D%E0%AA%B8%E0%AA%B2%E0%AB%80

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.