નવું રમકડું: Mi બેન્ડ

* એમ તો (અ)મારે પેલાં ફિટબિટ જેવો કોઇ ફિટનેશ બેન્ડ લેવો હતો, પરંતુ વારંવાર પેનું પ્રાઈસ લિસ્ટનું પાનું રીફ્રેશ કર્યા છતાંય તેનો ભાવ ઉતર્યો નહી (:D) એટલે, પસંદગી સસ્તાં એવા Mi બેન્ડ પર ઉતારી.

* નાનકડો રીવ્યુ:

૧. દેખાવ:

દેખાવ ઉપર જણાવ્યા પ્રમાણે સરળ અને સરસ. માત્ર ત્રણ લાઈટ્સ જે તમારી ગતિવિધિઓ દર્શાવે. દાત. તમે નક્કી કરેલ લક્ષનાં ત્રીજા ભાગ જેટલું ચાલ્યા હોવ તો એક લાઇટ બતાવે. જે જોવા માટેની રીત મસ્ત છે. સીધા ઉભા રહીને તમારો હાથ ઘડિયાળ જોવા માટે ઉંચો કરો તેવું ગેસ્ચર કરો ત્યારે તે લાઇટ્સ ચમકે.

૨. ગુણવત્તા:

સરસ. લાગે નહી કે આ ચાઇનિઝ વસ્તુ છે.

૩. ચોક્કસાઇ:

અત્યાર સુધી એક રન અને સ્ટેપ્સમાં ટેસ્ટિંગ કર્યું છે. ૯૫ ટકા ચોક્કસ.

૪. એપ:

અહીં આ લોકો થોડો માર ખાય છે. કોન્ફિઝ્યુઝિંગ. હજી પણ કેટલી બેટ્રી બાકી રહી કે કેવી રીતે ઉંધવામાંથી ચાલવામાં જવું તે જોવું એટલું સરળ લાગતું નથી (જોકે અમે બધું સમજી લીધું પણ એ માટે અઠવાડિયું લાગ્યું). તમે એલાર્મ ગોઠવી શકો છો, પણ એ માટે તમારું ફોનનું એલાર્મ ના ચાલે. અલગથી ગોઠવવું પડે. કોલ આવે ત્યારે વાયબ્રેશન થાય એ સરસ છે.

૫. સ્લિપ ટ્રેકર:

એકંદરે સરસ. પણ, દરેક ફિટનેશ બેન્ડની જેમ આ પણ બપોરની ઉંઘનું ધ્યાન રાખતું નથી. રાતની ઉંઘ કેટલી ગાઢ છે તેનું ધ્યાન રાખે છે, વચ્ચે તમે જાગ્યા હોવ (દા.ત. પીપી કરવા ઉભા થાવ) તો તેનું પણ ધ્યાન રાખે છે.

૫. કિંમત:

૯૯૯ રુપિયા. વસૂલ.

૬. ખાટલે મોટી ખોડ્સ:

વેચાણ સિસ્ટમ બકવાસ. સૌ પ્રથમ તો પેલી Mi ની નાટકવાળી લોટ્રીમાં અમારો નંબર ન લાગ્યો. પણ, ફ્લિપકાર્ટ પર એક દિવસ અમારા નસીબ ચમક્યા અને બેન્ડ મળ્યો. બીજો બેન્ડ જોઇએ છે પણ હવે મળતો નથી. કલર પણ હજી કાળો જ મળે છે.

અને હા, સાયકલ કેટલી ચલાવી એ ન જાણી શકાય 🙂

3 thoughts on “નવું રમકડું: Mi બેન્ડ

  1. આ બેંડ(વાજા) વિષે પહેલી જ વાર જાણ્યું ! ( અને તે P’પાસ્ટ P’પાર્ટીસીપલ’ને પણ ધ્યાનમાં લે છે , તે બંને છેડે રાહત’ની વાત કહેવાય 😉 )

    BTW : આ ‘ કોન્ફિઝ્યુઝિંગ ‘ શું છે ? ( ઘણું કન્ફયુઝીંગ છે ! )

    Like

  2. ઓહો … તમારો રીવ્યુ વાંચી થોડી હાસ થય. ચાઈનાથી બે બેન્ડ મંગાવ્યા છે શીપીંગ સમય ૧ મહિનો લખ્યો જોઈંઅએ ક્યાર સુધી આવે છે. ( કદાચ ના પણ આવે 🙂 )

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.