ચશ્મા

* આજે સવારે દોડવા માટે ઉઠ્યો તો ચશ્મા મળતા નહોતા. થોડી મહેનતે ખૂણા-ખાંચરામાંથી મળ્યાં પણ દસ મિનિટ બગાડી (જોકે રસ્તામાં સૂર્યાભાઇ ધ બ્લોગર મળ્યા, એ ફાયદો થયો!). દોડતી વખતે વિચાર આવ્યા કે ચશ્મામાં,

૧. બ્લ્યૂટૂથ હોય તો મોબાઇલથી ક્યાં પડ્યા છે તે શોધી શકાય.

૨. અથવા જીપીએસ હોય.

૩. અથવા સાયરન-લાઇટ્સ કે એવું કોઇ સેન્સર હોય.

અમારા દુર્ભાગ્ય કે ગુગલ ગ્લાસ પ્રોજેક્ટ પડતો મૂકાયો. તેમ છતાંય, આ પરથી યાદ આવ્યું કે નવાં ચશ્મા બનાવવાનો સમય પાકી ગયો છે અને એ યાદ કરાવવા માટેની કોઇ સિસ્ટમ ચશ્મામાં હોય તો મજા આવે!

5 thoughts on “ચશ્મા

 1. — મારે તો નંબર એટલા વધારે કે જો ચશ્માં આડા અવળા મુક્યા તો શોધવા ભારે પડી જાય છે.
  — ચશ્માં માંતો ​વાયપર પણ જોઈએ બાપા 🙂
  — ગુગલ ગ્લાસ તો છેલા 2+ વર્ષ થી છે મારી જોડે, ક્યારેક મુલાકાત લો તો મજા આવે.
  — નવા ચશ્માં માટે યાદ કરાવવા વાળું કોઈ જોઈતું હોય તો બ્રાન્ડેડ ચશ્માની દુકાને (દા.ત. વિઝન એક્ષ્પ્રેસ) જઈ આવવાનું અને કસ્ટમર લીસ્ટમાં મોબાઈલ નંબર કે ઈમેલ આપી દેવો.
  ​​

  Like

 2. ચશ્મા અંગેના આપના વિચારોને અમે સંપુર્ણ ટેકો જાહેર કરીયે છીએ.

  અને આ ઇ’સ્માર્ટ મોબાઇલ ક્યારે કામ આવશે, તેમાં જ નવા ચશ્મા બનાવવાનું યાદ કરાવવા માટે એક રિમાઇન્ડર સેટ કરી દો. 🙂

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.