અપડેટ્સ – ૧૭૧

* આ વખતે મુંબઇ અલ્ટ્રાની અપડેટ્સ, મોટાભાગે.

* ગઇવખતની જેમ જ આ વખતે પણ આરામથી દોડ્યો. ૧૨ કલાક, ૭૦ કિમી. વધુમાં આ વખતે ફિનિશ લાઇન પર કવિન-કોકી અને મમ્મી-પપ્પા પણ હાજર હતા એટલે મજા આવી. મારો વિડિઓ લેવામાં આવ્યો, જે હું ક્યાંક પોસ્ટ કરીશ. દોડ્યા પછી, પગ સલામત તો દોડ અનેક. અમદાવાદથી આવેલા એડીઆર મેમ્બર્સ ખાસ કરીને સોહમભાઇને મળીને મજા આવી. એમ થાય કે અમદાવાદમાંથી ઉનાળો નીકળી જાય તો ફરી ત્યાં રહેવા જવું..😀

હવે? સાયકલિંગ ઝિંદાબાદ. નવેમ્બર-ડિસેમ્બરમાં ફરી મોટી રેસ કરીશું.

* આજે સવારે પણ આરેમાં જવાનું હતું, પણ સ્વતંત્ર ભારતની સ્વતંત્ર એવી અમારી સોસાયટીમાં ૨૪ કલાક ભજન શરુ થયા છે એટલે મોડા સુધી ઉંઘ ન આવી (થાકેલો હોવા છતાં) અને સવારે ન ઉઠાયું. હવે મારે જોરદાર સ્પીકર ખરીદીને ૨૪ કલાક પિંક ફ્લોઇડના ભજન રાખવા છે.

4 thoughts on “અપડેટ્સ – ૧૭૧

  1. ઉનાળા માટેની પીટીશન કરી દેવામાં આવી છે [ કે જે કેસમાં ઉનાળો નીકળે કે ન નીકળે પણ પીટીશન ચોક્ક્સ નીકળી જશે😉 ]

    આપણને ખબર છે કે તે ભજન છે પણ તેમને ખબર છે કે આ પિંક ફ્લોઈડ છે !? [ વળી પાછું આપણે’ને આપણે તેમને સમજાવવું પડશે😉 ]

    – ધાર્મિક સંપ્રદાયો અને ( કહેવાતા ) ધાર્મિક લોકોને એક જ સજા ફટકારી શકાય : તેમની પાસેથી માઈક / સાઉન્ડ સિસ્ટમ છીનવી લો !

    Liked by 1 person

  2. અમારી સોસાયટીમાં હમણાં 1 અઠવાડિયાના ભજન હતા (હા 1 અઠવાડિયા ના )🙂, પણ મારા નસીબ જોગ એ આખી બપોર ભજન કરતા એટલે મને તકલીફ નતી પડતી.

    અમારા ટાવરમાં તો બધા બહુ હેરાન થયા, કેમ કે ભૂંગળું સીધું અમારા ટાવર તરફ મુકેલું હતું. પણ શું થાય ધાર્મિક વાતોમાં વિરોધ કરીએ તો લોકો ને બહુ ખોટું લાગી જાય છે🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s