માથેરાન

* આ હિલસ્ટેશન અમે ક્યારેય જોયું નહોતું. ગયા વર્ષે પેલાં વન ટ્રી હિલ ગયા હતાં પણ ઓફિસઅલી ક્યારેય શહેરમાં પ્રવેશ નહોતો કર્યો એટલે આ વખતે સાયકલ પર ત્યાં જવાનું નક્કી કરેલું.

* સવારે ૬ વાગે બોરિવલી બિરયાની કોર્નર પર જયદીપને મળ્યો (ના, બિરયાની ખાઇને સાયકલિંગ ન કર્યું!!). ત્યાંથી થાણે જવા માટે ઘોડબંદર વાળા રસ્તે જવાનું હતું. મીરા-ભાયંદર પહોંચ્યા ત્યારે વરસાદ નડ્યો. ત્યારબાદ થાણે પહોંચીને સાયકલ-બાઇકનો ભયંકર અકસ્માત દેખ્યો. બાઇક વાળાએ પાછળથી સાયકલને ટચ કર્યું હતું. પણ આ ટચ એટલું જોરથી હતું કે સાયકલનું પાછલું ટાયર હતું ન હતું. આગળ વધ્યાં તો ખબર પડીકે થાણેમાં આજે હાફ-મેરેથોન છે. ભલું થાય એમનું. બીજી ૨૦ મિનિટ બગડી. ત્યાંથી છેક અંબરનાથ સુધી શાંતિથી પહોંચ્યા. નાસ્તો કરીને આગળ વધ્યા અને નેરળ આવવાને થોડી વાર હતી ત્યાં જયદીપની સાયકલમાં પંકચર પડ્યું. ટ્યુબ બદલી આગળ વધ્યા ત્યાં ફરી પંકચર. લગભગ ૧ કિમી ચાલીને અને ત્યારપછી બીજા ૧ કિમી પંકચરની દુકાન શોધવામાં થયો. પંકચર વાળાએ આરામથી પંકચર બનાવ્યું અને પૈસા ન લીધા. અમે આગ્રહ કર્યો પણ તેણે મરાઠીમાં કંઇક કહ્યું. કદાચ સારું જ કહ્યું હશે 🙂

* ત્યાર પછી સરસ મજાનું ચઢાણ. કદાચ અત્યાર સુધીનો સૌથી ખતરનાક રસ્તો. મહાબળેશ્વરનું ચઢાણ આના કરતાં લાંબુ અને ઉંચું છે પણ આ સીધાં ચઢાણ છે. જોઇ લો:

સીધાં ચઢાણ

ઉપર પહોંચ્યા ત્યારે હાશ થઇ. માથેરાનની પેલી ફેમસ મીની ટ્રેન બંધ હતી એટલે હવે નેકસ્ટ ટ્રીપ ઓક્ટોબરમાં (કવિન સાથે). એ પહેલાં બીજી એક ટ્રીપ બે વાર ઉપર-નીચે સાથે ખરી જ. માથેરાન પહોંચ્યા ત્યારે દસ્તુરી નાકા પર જબરી ભીડ હતી. નાસ્તો કરી નક્કી કર્યું કે હિલ સ્ટેશનમાં આપણું શું કામ? એટલે ફરી નીચે સડસડાટ આવીને પનવેલ તરફ સાયકલ ભગાવી. રસ્તામાં સરસ ખાધું-પીધું અને સરસ રસ્તો આરામથી જોયો. એક્સપ્રેસ પર જ્યાં સાયકલ ન ચલાવવાની હોય ત્યાં પણ સાયકલ ચલાવી 😀

પનવેલથી ટિકિટ લઇને જેવા ટ્રેનમાં બેઠાં ત્યાં ગાડી ઉપડી. હવે બોરિંગ મુસાફરી અને ફરી અંધેરી પહોંચીને ત્યાંથી ઘર સુધીની ૧૨ કિમીની ભીડવાળી રાઇડ. ઘરે પહોંચ્યો ત્યારે હાશ.

હવે પછીની પોસ્ટ કદાચ સાયકલ અંગેની જ હશે!

5 thoughts on “માથેરાન

  1. અમે આ ૧૫ ઓગષ્ટે માથેરાન માં જ હતા. સાઇકલ પર ટ્રીપ ચોક્કસ રોમાંચક હશે પણ ત્યાં જે ચઢાણ છે તે યાદ કરતાં લાગે છે કે તમે દરેક ચઢાણને સાઇકલ પર રહીને આગળ નહી વધી શક્યા હોવ.

    મને આ જગ્યા ઘણી ગમી. કુદરતના સાનિધ્યમાં હરિયાળી અને વરસતા વરસાદમાં આ જગ્યાએ ફરવાની મજા કંઇક ઔર છે અને હા, અમને ૧૫ ઓગષ્ટની સખત ભીડ વચ્ચે પણ ફેમસ મીની ટ્રેનનો લાભ મળ્યો’તો. સમય મળશે તો આખી ટ્રીપનો અહેવાલ સુંદર ચિત્રો સાથે મારા બગીચામાં મુકવાનો વિચાર છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.