અપડેટ્સ – ૧૭૩

* શનિવારે બીજી ૪૦૦ કિમીની રાઇડ પૂરી કરી અને અમારી હાલત પણ પૂરી રીતે ખરાબ થઇ. શરુઆતથી જોરદાર વરસાદ સાથે સાયકલિંગ શરુ થયું પણ પહેલા ૧૦૦ કિમી અને પછીના ૧૦૦ કિમી (ચીખલી સુધી) સરસ પૂરા થયા. ૯ કલાક ૫૨ મિનિટ. ત્યાર પછી રીટર્નમાં હાલત ખરાબ થઇ. પહેલાં તો સુગર એન્ડ સ્પાઇસમાં ક્યારેય જમવા રોકાવું નહી. પાસ્તાનો ઓર્ડર આપ્યો તો અડધો કલાક લાગ્યો. એટલે એક કલાક ત્યાં બગડ્યો. અને પછી હેડવિન્ડ, જે સાયકિલ્ટનો ખાસ મિત્ર છે, તેણે ચારોટી સુધી અમારો સાથ નિભાવ્યો. રસ્તામાં અમદાવાદ-નાસિકના રાઇડર્સ જોડે સાયકલ ચલાવવાની મજા આવી. ચારોટી પછી નક્કી કર્યું કે સમયસર જ પહોંચવું, ખોટી ઉતાવળ કરવાનો ફાયદો નહોતો. છેલ્લાં પાંચ કિમી, એમાંય ખાસ કરીને બોરિવલીથી ગોરેગાંવ જતાં જીવ ગળા સુધી આવી ગયો હતો 🙂

* રાઇડ પહેલાં ૧.૨૫ દિવસના વેકેશનમાં સાયલન્ટ હિલ રિસોર્ટ જઇ આવ્યા. ત્યાં પહોંચવા માટે અમે એડવેન્ચર્સ રીતે ગયા. ઘરેથી રીક્ષા, ત્યાંથી ટ્રેન, બીજી ટ્રેન, બીજી ૨૫ કિમીની રીક્ષાની સફર. હા, નદી કિનારેની સરસ શાંત જગ્યા છે. સારું ફૂડ અને ત્યાં જઇને કવિને બહુ મસ્તી કાઢી. મેં એક ગોકળગાયને પગ નીચે (ભૂલથી) કચડી નાખી :/

* કવિને નેશનલ સાયબર ઓલ્મપિઆડની પરીક્ષા આપી છે. જોઇએ હવે ત્યાં શું થાય છે. પેપર સરસ છે (એનો અર્થ એવો નહી કે કવિને બધાં જવાબો સાચા લખ્યા છે!)

1 thoughts on “અપડેટ્સ – ૧૭૩

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.