હાથ સલામત તો, મોજાં ઘણાં…

* હવે, હાથ સલામત તો, મોજાં ઘણાં (એમ તો છેલ્લાં સમાચાર મુજબ હાથમોજાં ય સાજા છે)!

* ગઇકાલે સવારે લોનાવાલા જવાનું હતું. સવારે ૩ વાગે ઉઠીને લગભગ ૩.૩૦ જેવો ઘરેથી ગોરેગાંવ (ત્યાંથી બે જણાં મળવાના હતા) જવા નીકળ્યો અને ત્યાંથી પવઇ થઇને પુને જૂના હાઇવે પર જવાનું હતું. લગભગ ખારઘર પહેલાં હું આરામથી સાયકલ ચલાવતો હતો અને કંઇ અવાજ થયો. આંખો ખોલી ત્યારે હું હોસ્પિટલમાં હતો (એ પહેલાંનું યાદ નથી!!). ત્યારબાદ ટેક્સીમાં ઘરે આવ્યા અને પછી થોડી-થોડી યાદશક્તિ પાછી આવી. મેં કહાં હું? નો જાણીતો ડાયલોગ હું ન બોલ્યો એટલે બહુ મજા ના આવી.

* ફેસબુક પર ઓલરેડી લખાઇ ગયું છે તેમ છતાંય,

૧. સાયકલ સાચવીને ચલાવવા છતાં, તમારું જીવન બીજા પર આધારિત છે.
૨. હેલ્મેટ જીવન બચાવે છે (મારી હેલ્મેટના ટુકડે-ટુકડા થઇ ગયા, પણ માથું સલામત છે).
૩. દુ:ખાવો થોડા સમય પછી થાય છે.
૪. મિત્રો જીવન બચાવે છે.
૫. અંધારામાં સાયકલિંગ બંધ. એમ વાયકા મુજબ તો હવે પછી મારું સાયકલિંગ જ બંધ છે🙂
૬. ખરા મિત્રોની ઓળખાણ પણ આવા સમયે જ થાય છે.

અંગત રીતે ઘરે આવીને, ફેસબુક, મેસેજીસ, ઇન્સ્ટાગ્રામ કે ફોન વડે પૃચ્છા કરનાર સર્વ કોઇનો આભાર!

PS: લો ત્યારે, આ પી.એસ.માં શું લખવાનું હતું એ જ ભૂલી ગયો:/

5 thoughts on “હાથ સલામત તો, મોજાં ઘણાં…

  1. ભારે કરી !! અમ ફેસબુક વિહોણા લોકોને તો તમે સાજા થઇ જઈ થાવ ત્યાં સુધી ખબર ન પડે !

    જલ્દીથી સાજા નરવા થઇ જાઓ એ જ શુભેચ્છા’ઓ .

    Liked by 1 person

  2. હેલ્મેટ જીવન બચાવે છે (​મારો પણ જાત-અનુભવ છે, જયારે હું મારા હાથી જેવા બુલેટ પર થી ગબડ્યો હતો. રસ્તા પર સહુ પહેલા મારું માથું ભટકાયું હતું પણ હેલ્મેટ હોવાથી જરાય વાંધો ના આવ્યો🙂 ).

    ​ઈશ્વરભાઈ તમને જલ્દી સાજા કરી દે એ શુભકામના !

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s