અપડેટ્સ – ૧૮૦

* અપડેટ ટાઇમ!

* ગઇકાલે સવારે મુંબઈ પાછો આવ્યો. તો શું કર્યું અમદાવાદમાં? અમદાવાદ જવાના મુખ્ય બે (કે ત્રણ) હેતુઓ હતા. ૧. વિકિપીડિયા મીટઅપ ૭, ૨. મેકરફેસ્ટ ૨૦૧૬ અને ૩. હિડન એજન્ડા હતો, દોડવાનો (જે સફળ ન થયો).

* શુક્રવારે રાત્રે અમદાવાદ પહોંચ્યો ત્યારે કર્ણાવતી એક્સપ્રેસના પ્રવાસને કારણે થાકી ગયો હતો. અમદાવાદના રીક્ષાવાળાનો ફરી અનુભવ અને ડિનરમાં ઓનેસ્ટ પાઉંભાજી. શનિવારે પહેલાં તો “ગુજરાતમાં કલાના પગરણ – રવિશંકર રાવળ” લેવા માટે આર્ચર આર્ટ ગેલેરીની મુલાકાત લીધી. પછી, BRTS ઝિંદાબાદ અને અડધું અમદાવાદ દેખ્યું. નિશિથ, મિનલ-ઝિયુસને મળ્યો. સાંજે ફરી પાછા અમદાવાદના ટ્રાફિક (સેન્સ)ની ઝલક. સાંજે અનિકેતભાઇને મળવાનું હતું અને અમદાવાદમાં સાયકલ શેરિંગની દુકાનો દેખીને અત્યંત નવાઇ લાગી પણ ચલાવવાનો સમય કે હેલ્મેટ હતા નહી. અનિકેતભાઇ જોડે ગામ-પરગામની વાતો કરી, સેવ-ઉસળ ખાધા અને વધુ વાતો કરી. મજા આવી. તેમણે ભાવનગરી ગાંઠિયાની ગિફ્ટ આપી. રાત્રે મામાના ઘરની ઉડતી મુલાકાત.

* રવિવારે સવારે દોડવાનો કાર્યક્રમ હતો પણ મારું પેટ કંઇ બીજું બોલતું હતું, એટલે આરામ કર્યો. સવારે મેકરફેસ્ટમાં ગયો અને બધાં લોકોને મળ્યો. રજનીકાંત (જોશી) જોડે મુલાકાત થઇ. સોહિલ મળ્યો અને સારી એવી વાતો થઇ. સ્ટોલ વગેરે સરસ હતા. ગુજરાતમાં આ કોમ્યુનિટીને વધતી જોઇ આનંદ થયો. હા. ૫ કિમી ચાલીને ત્યાં પહોંચેલો એટલે થાક વત્તા ગરમી લાગ્યા હતા એટલે બપોરે ફરી સૂઇ ગયો અને પાછો સાંજે વિકિપીડિયા મીટઅપ માટે પહોંચ્યો.

* ધાર્યુ હતું તેમ મીટઅપમાં ચાર લોકો હતા – જે ચારેય વિકિપીડિયા વિશે જાણતા હતા – હવે અહીં હસવું કે રડવું એ તમે જ નક્કી કરજો. નિષ્કર્ષ એ નીકળ્યો કે ગમે તેટલો પ્રયત્ન કરો પણ જો મનમાં કંઇ યોગદાન આપવાની ઇચ્છા ન હોય તો કંઇ ન થાય. યશને પહેલી વાર મળ્યો. તે મેડિકલ સાયન્સનો વિદ્યાર્થી છે અને અંગ્રેજી વિકિપીડિયામાં અઢળક યોગદાન આપે છે. કોનારકને ઘણાં સમય પછી મળ્યો. અનિકેતભાઇને આપણે હવે ઓળખીએ જ છીએ🙂 મીટઅપનો અંત કોફીથી આવ્યો. રાત્્રે વિનયના ઘરે ગયો. તે ઘુડખર જોઇને આવ્યો હતો એટલે થાકી ગયો હતો એટલે અમે વહેલા સૂઇ ગયા. પણ, એ વાત હું ભૂલી ગયો કે સવારે જો કર્ણાવતી એક્સપ્રેસમાં જવાનું હોય તો બે કે ત્રણ એલાર્મ મૂકવા પડે. મેં એક જ મૂક્યું. પરિણામ? દોડા-દોડી. ૪.૨૦ જેવો વિનયે મને જગાડ્યો અને હું ભાગ્યો. સદ્ભાગ્યે ટ્રેન ઉપડી નહોતી એટલે.. ઓલ ઇઝ વેલ.

2 thoughts on “અપડેટ્સ – ૧૮૦

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s