૧ વર્ષ: કેસિઓ એફ-૯૧

કેસિઓની ઘડિયાળ

એમાં થયું એવું કે મારી ગારમિન ઘડિયાળનો પટ્ટો છેલ્લી સિંગાપોર સફર વખતે તૂટી ગયેલો. તપાસ કરી તો ખબર પડીકે હવે પટ્ટો બદલાય નહીને આખી ઘડિયાળ જ નવી લેવી પડે. હવે, દર વખતે તો કોણ ગિફ્ટમાં ગારમિન (ઓછામાં ઓછા ૨૦૦ ડોલર) આપે? ન આપે. એટલે પછી નક્કી કર્યું કે હવે સસ્તી સાદી ઘડિયાળ લેવી (તોય આપણને ઘડિયાળો ગમે) અને ફોનમાં જ જીપીએસ વાપરવું.

તો નક્કી કર્યું કે લેવી તો એકદમ સસ્તી જ કેમ ન લેવી? પછી પસંદગી ઉતારી કેસિઓ એફ-૯૧ ડબલ્યુ પર. આ ઘડિયાળનું મોડેલ ૧૯૯૧માં વિશ્વની સૌથી વધુ વેચાયેલી ડિજીટલ ઘડિયાળોમાં નામ ધરાવે છે અને ખાસ તો તેને ઓસામા બિન લાદેને પહેરેલી ત્યારથી વધુ કુખ્યાત બની. દોડવા વાળા લોકોમાં આ લોકપ્રિય છે, કારણ કે તે ૭ વર્ષની બેટ્રી ધરાવે છે અને વોટર રેસિસ્ટન્સ છે. કેસિઓ વાળા આ ઘડિયાળ ૧ ગ્રાહકને ૧ જ આપે છે, પછી ખબર પડીકે આનો બીજો ઉપયોગ સરળ સર્કિટને કારણે ટાઇમબોમ્બ બનાવવામાં ક્યાંક થયેલો :/

હાલમાં, હું આને રનિંગ (અને તે પહેલાં સાયકલિંગ)માં વાપરું છું. દર કલાકે વાગતું ટિંગ અને એલાર્મ સરસ છે. સ્ટોપ વોચનો ઉપયોગ કરવો પડે એવો હું ઝડપી દોડવીર નથી (હજી) 🙂

૬૦૦ રુપિયામાં આનાથી વધુ સરસ ઘડિયાળ ન હોય ને?

Advertisements

One thought on “૧ વર્ષ: કેસિઓ એફ-૯૧

  1. મારું ફેવરીટ ઘડિયાળ, કદાચ ૨૦૦૦-૨૦૦૧ માં લીધું હતું અને આસરે દશેક વર્ષ સુધી ઉપયોગ માં લીઘુ… 🙂 ત્યારે કદાચ ૩૫૦ માં લીધું હતું.
    આ લાદેન અને બોમ્બ વાળી વાત જો કે હમણાં ખબર પડી !

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.