અપડેટ્સ – ૧૮૧

* લગભગ ૧ મહિના પછી અપડેટ્સ વાળી પોસ્ટ આવી રહી છે, પરંતુ બહુ કંઇ ખાસ અપડેટ્સ નથી તો પણ..

૧. ઓસ્કાર. અત્યારે ધ હેટફુલ એઇટનું સંગીત સાંભળી રહ્યો છું. થ્રિલિંગ!
૨. ગુજરાતી વિકિપીડિયામાં આજ-કાલ બહુ “ફેરફારો” કર્યા. ખબર નહી મને કોણ મોટિવેશન આપી રહ્યું છે. જે હોય તે, મજાની અને નશાની વસ્તુ છે.
૩. આ વખતે વિકિમેનિયા (ઇટલી)માં જવાનું નથી :/
૪. સપ્ટેમ્બર ૨૦૧૪ પછી પહેલી વખત ગયા મહિને બ્લોગ પોસ્ટની સંખ્યા બે આંકડા પર પહોંચી.
૫. << આ લીટી ખાલી ૧૦ વસ્તુઓ માટે ઉમેરવામાં આવી છે 🙂 >>
૬. રનિંગ સારુ ચાલી રહ્યું છે, પણ હવે દરરોજ એક જ રસ્તા પર દોડવાનો કંટાળો વધતો જાય છે. આરે અથવા નેશનલ પાર્કમાં જવાનો કંટાળો આવે છે. પણ, આ વીક-એન્ડમાં ફરી બાંદ્રા-એનસીપીએ રનિંગનો કાર્યક્રમ છે, એટલે મજા આવશે.
૭. રનિંગ પરથી યાદ આવ્યું. સસ્તી રનિંગ ડ્રાય ફીટ ટી-શર્ટ પેન્ટાલૂનમાં મળે છે. હવે ત્યાંથી જ ટી-શર્ટ લેવાની. પેલા નાઇકી વાળા કરતાં ત્રીજા ભાગનો ભાવ.
૮. અને હા, માર્ચ-એપ્રિલ-મે-જૂનમાં કોઇ રનિંગ રેસ નથી (એટલે તમને ફાલતુ રેસ રિપોર્ટ પોસ્ટમાંથી મુક્તિ!). હા, એપ્રિલમાં એક ૧૦ કિમી છે (ઓટિઝમ રન), પણ એ મોટાભાગે રનર્સને મળવા અને આરામથી દોડવામાં આવશે (અને ફ્રી).
૯. નવી સાયકલ હજી આવી નથી. આવશે. આવશે!
૧૦. સાયકલ પરથી યાદ આવ્યું કે શા માટે હીરો જેવી ભારતીય કંપનીઓ સારી સાયકલ નથી બનાવતી? મોટાભાગના તેના એમટીબી મોડેલ નોન-સેન્સ હોય છે. અમે એક મોડેલની તપાસ કરવા ગયા તો ડિલરે કહ્યું આ મોડેલ પતળાં ટાયર (કમર નહી) હોવાથી ચાલતું નથી. બોલો. સરસ સાયકલ છે (હીરો ગ્લેમ) પણ ક્યાંય સ્ટોકમાં મળે નહી :/

Advertisements

2 thoughts on “અપડેટ્સ – ૧૮૧

  1. મુદ્દા ક્રમાંક ૧૦નો જવાબ તમે પોતે જ આપી દીધો છે…. શા માટે હીરો જેવી ભારતીય કંપનીઓ સારી સાયકલ નથી બનાવતી? કારણ કે સામાન્ય ભારતીય પ્રજાને સારા મોડેલ સદતા નથી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની હાલત “કેવી રીતે જઈશ” આવ્યું તે પહેલા સુધી જેવી હતી તેવી હાલત ભારતીય સાઇકલ ઇન્ડસ્ટ્રીની છે.

    Like

    1. મારા જેવા કેટલાંક સામાન્ય લોકો ફોરેનની સાયકલ કેમ પસંદ કરે છે, તેનું કારણ એ છે કે હીરો જેવી કંપનીઓ એક સારું મોડેલ બનાવતી નથી. એમાં કંઇ મોટા રોકાણની પણ જરુર નથી. એ લોકો પાસે મોટું નેટવર્ક તો છે જ.

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s