ભાવ-તાલ

આપણને આવું ન ફાવે.
થોડા દિવસ પહેલાં કેળાં લેવા ગયો તો કેળાંનો ભાવ ૨૦ રૂપિયાના ૪ નંગ હતા. મેં કહ્યું ૬ જોઇએ છે. દુકાનવાળાએ કહ્યું કે, ન આવે. મેં કહ્યું, દોસ્ત મેં ક્યાં કહ્યું કે ૨૦ ના ૬ આપ. ૬ ના જેટલા થાય એટલા રૂપિયા લઇ લે!

એક બીજી જૂની ઘટના અંબાજી ખાતે બની હતી. ત્યાં પ્યુમિક સ્ટોન (ie પગનો મેલ નીકાળવા માટે વપરાતો પથ્થર) વેચતી એક નાની છોકરી હતી. ભાવ પૂછ્યો ૧૦ નો ૧. મેં કહ્યું ૨૦ ના ૨ આપી દે. છોકરીએ કહ્યું, ના સાહેબ! ૨૦ ના ૨ ન આવે, ૧૦ નો ૧ જ મળશે. ભણે ગુજરાત. અમે હસ્યા અને બે વખત ૧૦ની નોટ આપી બે સ્ટોન લઇને આગળ ગયાં.

હું ક્યારેય ભાવ-તાલ કરવામાં માનતો નથી. અરે, ઘર લેતી વખતેય મારે કોકીના પપ્પાને લઇ જવા પડ્યા નહિતર બિલ્ડર કહે તે ભાવ આપી દેવા (અને પછી લોન ભરવામાં તૂટી જવામાં) હું તૈયાર હતો!

Advertisements

3 thoughts on “ભાવ-તાલ

  1. હું પણ ભાવતાલ નથી કરી શકતો ! બીક લાગે કે ક્યાંક પેલો સટ્ટાક દઈને ના પાડી દેશે તો !! ભાવ-ફોબિયા 🙂

    Liked by 1 person

  2. અમદાવાદની કેટલીક માર્કેટમાં સામેવાળો ૫૦૦૦ બોલે તો તેની સામે ૨૫૦૦ નો ભાવ મુકીને ભાવતાલની રકજક શરૂ થાય અને મને તો ૫૦૦૦ સામે ૪૯૫૦ કહેવામાં પણ કેટલીયે હિંમત ભેગી કરવી પડે!

    જો કે હું ભાવતાલ કરવામાં તો માનુ છું પણ નખશીખ અમદાવાદી હોવા છતાંયે મને ભાવતાલ કરતા નથી આવડતું તેને મારી માટે શરમજનક ચોક્કસ કહી શકાય. (અમદાવાદીઓ માફ કરે.)

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s