અપડેટ્સ – ૧૯૪

* છેલ્લી અપડેટ આવ્યાને ઘણો સમય થઇ ગયો અને ત્યારબાદ તો મુંબઈમાં ઠંડી પણ શરુ થઇ ગઇ છે! હા, અમે ૨૩ ડિગ્રી તાપમાન થાય એને ઠંડી કહીએ છીએ. સીએટલમાં ૯ ડિગ્રી સે. માં દોડવાની મજા આવી પણ વચ્ચે વરસાદ નડી ગયો. નવાં શૂઝ અને મોજાં આવ્યા એટલે આજકાલ દોડવાનું પણ જોશમાં ચાલે છે, સાયકલિંગ ઠંડુ છે, પણ કાલે “રાઇડ અગેઇન્સ્ટ કરપ્શન”માં ૧૦૦ કિમીનો પ્લાન છે (એમ તો રાઇડ તો ૨૦ કિમીની છે, પણ આવવા જવામાં ૭૦ વત્તા દસેક બીજા કરી દઇશું).

* કવિનના વેકેશનનાં છેલ્લાં દિવસો છે. આ વખતે દિવાળીમાં મજાથી ફટાકડા ફોડ્યા. પોલ્યુશન કર્યું અને નોઇઝ પોલ્યુશન પણ. વળી, કોઇકના મુજબ લાઇટ પોલ્યુશન પણ. ઢગલાબંધ મિઠાઇઓ (ઘરનું મગસ, બહારનો મુંબઈ હલવો વગેરે) ખાઇને બીજા પ્રકારનું પોલ્યુશન પણ કર્યું હશે જે અમે તો અનુભવ્યું નથી, પણ જેણે અનુભવ્યું હોય એના નશીબ!

* દિવાળીની બીજી મહત્વની ખરીદી કરી – નવો બેલ્ટ. જૂનાં બેલ્ટમાં કાણાં પડાવવા (ઢીલા પડતાં બેલ્ટ માટે) એના કરતાં નવો સરસ બેલ્ટ લીધો. એમાં વળી હજુ પણ વજન (અને કમર) ઓછું થાય તો એક કાણું હાજર છે જ એટલે થોડા વર્ષો સુધી ચિંતા નથી 😉

Advertisements

One thought on “અપડેટ્સ – ૧૯૪

  1. આ વખતે દિવાળીમાં મજાથી ફટાકડા ફોડ્યા. પોલ્યુશન કર્યું અને નોઇઝ પોલ્યુશન પણ. વળી, કોઇકના મુજબ લાઇટ પોલ્યુશન પણ.

    >>> ​​મને આવા લોકો બહુ ગમે, મજાનું મનોરંજન પૂરું પાડે 🙂 ​

    Keep foding lots and lots fatakda 🙂

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s