અપડેટ્સ – ૧૯૬

* ડિસેમ્બર મહિનો આવી ગયો પણ ઠંડી હજુ આવી નથી. હવે જોઇએ ડિસેમ્બરમાં દોડતી વખતે કેટલી ઠંડી લાગે છે, ખાસ કરીને આપણા ફેવરિટ અમદાવાદ, પાલનપુર અને આબુમાં. હા, માઉન્ટ આબુમાં ઠંડી લાગવાનો સમય થાય એ પહેલાં હું પાછો આવી જઇશ એવો પ્લાન છે! ના. બીજો કોઇ પ્લાન એટલે કે પ્લાન બી નથી!

* ગયા અઠવાડિયે બ્લોગ મિત્ર પ્રિમાએ અમારા ઘરની મુલાકાત લીધી અને ઘણાં વખતે ગપ્પાં મારવાની મજા આવી. સ્વાભાવિક રીતે વાતોનો વિષય પુસ્તકો અને પ્રવાસ જ હતો. એ જ દિવસે બીજા મિત્ર ભાવેશને મળવા બી.કે.સી. ગયો અને ત્યાં પણ વાતોના વડાં ખાધાં અને મજાની જૂની યાદો તાજી કરી દીધી.

* ખરાબ સમાચારમાં, મારા વર્ડપ્રેસના ખાતામાં કંઇક ગરબડ થઇ છે, જેથી કોઇના વર્ડપ્રેસના બ્લોગ પર લાઇક થઇ શકતું નથી. હજુ તે ઉકેલવાનો સમય મળ્યો નથી, પરંતુ બ્લોગ મિત્રો! અમને તમારા પોસ્ટ્સ ગમે જ છે! 🙂

* ઘરમાં છુટ્ટા પૈસાની કોઇજ રામાયણ નથી. હજુ હમણાં સવારે જ દૂઘ વાળાએ નવી ૨૦૦૦ની સામે છૂટા આપતાં નવી ૫૦૦ રુપિયાની નોટ આપીને અમને ધન્ય કરી દીધા. હવે એક કામવાળી બાઇને પૈસા કેવીરીતે આપવા એ તકલીફ બાકી રહી છે. બાકી ઉબેર કે ઉબર, પેટીએમ, ઓનલાઇન શોપિંગ, ક્રેડિટ કાર્ડ વગેરેથી જીવન સુખમય છે. હજુ સુધી બેંકમાં ગયો નથી, પણ આજ-કાલમાં જવું પડશે એવું લાગે છે.

* કવિન આજે પિકનિક ગયો છે. ઘરમાં સંપૂર્ણ શાંતિ છે.

Advertisements

5 thoughts on “અપડેટ્સ – ૧૯૬

  1. બ્રેકીંગ જિજ્ઞાસા : આજ સુધી તમે કેટલા બ્લોગ-બડીઝ’ને મળ્યા !? [ એક સેપરેટ પેઈજ તેનું પણ બને. ]

    પ્રિમા તેના બ્લોગની ટેગલાઈન ખરેખર ફોલો કરે છે 🙂

    ગરબડ થવા માંડે તો કેવી કેવી ચિત્રવિચિત્ર ગરબડ થવા માંડે નહિ !

    Liked by 1 person

      1. રાજકોટ સુધી મેરેથોન દોડી નાખો 🙂

        મીઠી ફરિયાદ : અમારા માનીતા અને ખરેખર રસપ્રદ બ્લોગર્સ જયારે મળે ત્યારે માત્ર આટલો જ અહેવાલ !! [ એક અલાયદી પોસ્ટ તો બનતી હૈ . . વિથ ફોટોઝ , નીડ ટુ સે ? ]

        Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s