કાર્તિકબૉટ

IMG_20170311_091624

* હવે ખાટલે પડ્યા પડ્યા નવરા એવા મગજમાં શેતાની વિચારો આવે તેના કરતાં કંઇક સારું થાય એ માટે વચ્ચે-વચ્ચે સમય મળ્યે ગુજરાતી વિકિપીડિયા પર એક બૉટ કાર્તિકબૉટ (રોબૉટનું ટૂંકું નામ – બૉટ) ચલાવવામાં આવે છે (એમ તો ક્યારનોય ચાલુ છે, પણ હવે થોડો સ્માર્ટ બનાવવામાં આવેલો છે). બૉટ વડે કંટાળાજનક અને વારંવાર કરવા પડતાં ફેરફારો ઝડપથી કરી શકાય છે. દા.ત. ગુજરાતમાં નવા જિલ્લાઓ અને તાલુકાઓ બન્યા પછી તેનાં ગામોનાં નામ અને વિગતો બદલવી પડે એ જો જાતે કરવા જઇએ તો મહિનાઓ લાગે. કાર્તિકબૉટ વડે આ ફેરફારો (લગભગ ૧૫,૦૦૦ જેટલાં) માત્ર એક અઠવાડિયા જેટલાં સમયમાં કરી દેવાયા છે. હજુ ઘણું કામ બાકી છે, પણ બૉટ હજુ ચાલુ છે. એટલે કે જ્યાં સુધી હું અસ્તિત્વમાં છું અને વિકિપીડિયામાં યોગદાન આપુ છું – ત્યાં સુધી તો!

PS: આ આખું બૉટ ફ્રેમવર્ક પાયથોનમાં લખાયેલું છે અને અહીં તેના વિશે વધુ માહિતી મળી શકે છે.

PS II: મહારાષ્ટ્રમાં પાલઘર નજીક બૉટ નામનું ગામ છે, તેના પાટિયાનો ફોટો આવતી કોઇ રાઇડમાં લેવામાં આવશે 🙂

PS III: બોટ ગામનો ફોટો ઉમેરી દીધો છે અને વિકિપીડિયામાં પણ અપલોડ કરવામાં આવ્યો છે!

Advertisements

One thought on “કાર્તિકબૉટ

  1. સરસ સેવા છે તમારી વિકિપીડિયા માટે, મેં ભૂતકાળ માં ક્યારેક થોડા આર્ટિકલ્સ માં એડિટ કરેલા છે પણ હવે એ સમય નથી મળતો 😦 . હવે અમે વિકિપીડિયાને વર્ષ ના અંતે થોડા નાણાં ડોનેટ કરી ને સેવા કરી દઈએ છીએ 🙂

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s