* સ્ટ્રાવા અમારું ફેસબુક છે – એટલે કે સાયલિસ્ટ અને રનર્સનું. જોકે એ અમને અમારી રાઇડ્સ અને રનનો ઇતિહાસ બતાવે છે, તેમજ પોતાના જ અને બીજાનાં પરાક્રમોની જાણ કરે છે. ૨૦૧૫થી (એ પહેલાં હું ડેઇલીમાઇલ.કોમ વાપરતો) એકાદ-બે અપવાદ સિવાય ક્યારેય સ્ટ્રાવા સિવાય રનિંગ કે સાયકલિંગ કર્યું નથી. તેમાં ઘણાં એવા ફિચર્સ છે કે બીજી કોઇ એપમાં નથી. સ્ટ્રાવામાં દર મહિને ચેલેન્જ (ઉર્ફે પડકારો) અને કોઇ ચોક્કસ માર્ગ પરના નાનાં ભાગ પર સૌથી વધુ ઝડપી કોણ છે એ માટે સેગમેન્ટ જેવી વસ્તુઓ હોય છે. કેટલાક લોકો, આમાં પોતાને ચડિયાતા બતાવવા માટે ગાડી કે બાઇકમાં બેસી સ્ટ્રાવા ચાલુ રાખીને આગળ આવે છે અથવા કોઇક રીતે લોકોને ઉલ્લુ બનાવે છે.
વેલ, આ પોસ્ટ લખવાનો હેતુ એ હતો કે મારા વીકએન્ડ્સનો સારો એવો સમય આવા લોકોને શોધી કાઢવામાં જાય છે. સ્વાભાવિક રીતે, ઘણાં નવાં લોકો ભૂલથી સાયકલિંગને રનિંગ તરીકે મૂકે છે, જે તરત સુધારી શકાય છે. અમુક લોકો હાર્ટ રેટ માહિતી પરથી પકડાય છે (ગાડી-બાઇકમાં હાર્ટ રેટ, સાયકલિંગ-રનિંગ કરતાં ઘણાં ઓછા હોય છે). અમુક લોકો તેમનાં ભૂતકાળના ડેટા પરથી પકડાય છે, તો અમુક લોકોને અમે ઓળખતા હોઇએ છીએ. ઘણી વખત સ્ટ્રાવાનું જીપીએસ પણ દગો દે છે, એવા કિસ્સામાં એ પણ સુધારી શકાય છે.
ટૂંકમાં, ચિટીંગ કરવું નહી, અમે અહીં હાજર છીએ! 🙂
Big Brother (Kartikbhai) is watching you.. 😉
LikeLike