પુસ્તક: જાતકકથા

છેલ્લી અપડેટમાં લખ્યું હતું તેમ ક્રોસવર્ડમાંથી બક્ષીબાબુની નોવેલ જાતકકથા મળી ગઇ. બે દિવસમાં લગભગ બે બેઠકે આ પુસ્તક પુરુ કર્યું અને હવે તેનો નાનકડો રીવ્યુ!

IMG_20171216_112816.jpg
થિંક બક્ષી!

સૌપ્રથમ તો આ પુસ્તકનું પુન:મુદ્રણ પ્રવિણ પ્રકાશને કર્યું તે માટે તેમનો આભાર. હવે જાતકકથાનું આવરણ સરસ છે. પ્રથમ પાનું ઉઘાડીને જોયું તો અન્ય નવલકથા-પુસ્તકોના આવરણો હોરિબલ છે. યસ, હોરિબલ. તેનો ફોટો મૂકવાની પણ ઇચ્છા થતી નથી.

જાતકકથા વાંચવાની શરૂઆત કરી એ પહેલાં જાતકકથા એટલે શું? એ વિષય પર ઇન્ટરનેટ પર બહુ બધું વાંચી કાઢ્યું. બક્ષીબાબુએ પણ સરસ રીતે સમજાવ્યું છે. ૧૯૬૯ની આ નવલ બક્ષીબાબુના એ સમયના મિજાજને યોગ્ય રીતે વર્ણવે છે. નવલને ત્રણ ભાગોમાં વહેંચી છે, પણ આપણો રસ જરાય ભંગ થતો નથી. હવે તેમાંથી થોડાક અવતરણો!

‘કોઈ પણ માણસ સાથે હોય તો મજા આવે જ’ આમ્રપાલીએ અંધારામાં કહ્યું.
‘માણસ નહીં, પુરુષ. માણસમાં તો સ્ત્રીઓ પણ આવી જાય.’
‘મારું ગુજરાતી એટલું બધું સારું નથી.’

‘હિંદુ ધર્મ પોતાના કિનારાઓ પર સૌના ઇશ્વરોને જીવવા દે છે.’

‘ગુજરાતીઓમાં બે જ જાતો છે, એક સારા અને એક ખરાબ. એક દારૂ પીનારા, બીજા ન પીનારા. સારા ગુજરાતીઓ પીએ છે, ખરાબ નથી પીતા.’

 

અને, મને બરાબર બંધ બેસતું અવતરણ!

‘.. અને રાત્રે ભયંકર ઊંઘ આવે છે. પથારીમાં પડતાંની સાથે જ, પાંચ મિનિટમાં ઊંઘ્યા પછી કોઈ મને હલાલ કરી નાંખે તોપણ ખબર ન પડે.’

હવે? બે દિવસમાં નવલ વાંચી લીધા પછી ૬ મહિના પછી ફરીથી વાંચીશ ત્યારે વધુ અવતરણો સાથે. બક્ષીબાબુની નવલકથાઓની મઝા એ જ છે કે જ્યારે પણ વાંચો ત્યારે તાજી જ લાગે.

13 thoughts on “પુસ્તક: જાતકકથા

 1. કવરપેઈજ વિશે તમે તદ્દન સાચું કહ્યું , કાર્તિકભાઈ ….કોઈ B ગ્રેડની ફિલ્મોના પોસ્ટર જેવું લાગે છે !

  જાતકકથાનું કવરપેજ સરસ છે અને રીફ-મરીનાનું પણ સારું છે , બાકી તો બધામાં વેઠ ઉતારી છે . આના કરતાં તો પબ્લિશ જ ન કરી હોત તો ચાલેત …

  એક અને એક’માં તો દેવ ડી મુવીનું પોસ્ટર ચિપકાવી દીધું છે 🤕

  Liked by 1 person

    1. કાર્તિકભાઈ હું રોજેરોજ નવી બુક્સની અપડેટ લેતો રહું છું અને એમાં જ બુકપ્રથા.કોમ પર એકસાથે બક્ષીબાબુની આટલી બધી રીપ્રિન્ટ જોઈને એકબાજુ આનંદ થયો ને બીજી બાજુ આવા ચીપ કવરપેજ જોઈને દાઝ પણ ચઢી ! આ બધા ડિજિટલ+ફિલ્મી પોસ્ટરોએ તો પત્તર ઝીંકી છે.

     મને એટલે જ કેટલીકવાર નવી એડિશન નથી ગમતી – આ જુઓ ને પેરેલિસિસનું કવરપેજ કેવું છે ? 😦 તમે સાચું જ અનુમાન લગાવ્યું છે કે પ્રવીણ પ્રકાશનમાંથી કોઈએ એક નજર નાખવાની દરકાર સુધ્ધાં નહીં કરી હોય પણ એક વાત એ પણ છે કે જે લોકો બસ ટહેલતા ટહેલતા રેન્ડમલી કોઈ બુક લઈ લે છે તેઓ આવા કવરપેજથી આકર્ષાતા હોય છે.

     હું આ વખતે પ્રવિણમાં જઈશ ત્યારે તેમને આ મુદ્દો પહોંચાડવાની કોશિશ કરીશ .

     Liked by 2 people

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.