* સંદીપભાઇએ કહ્યું હતું કે તમે ગુગલ ક્રોમમાં વાપરતા એક્સટેન્શન્સ વિશે પોસ્ટ લખો. તો હાજર છે એક નાનકડી પોસ્ટ. મને યાદ છે ત્યાં સુધી આવી એક પોસ્ટ લખી હતી, પણ તે મળતી નથી (અથવા હું ખોટું શોધી રહ્યો છું). તો પણ..
૧. એડબ્લોક પ્લસ. આ તો બધી જાxખને બ્લોક કરે. પણ, આજ-કાલના વેબ ડેવલપર બહુ સ્માર્ટ (દા.ત. દિવ્ય ભાસ્કર) અને તેને ડિટેક્ટ કરે અને તમને તે ડિસેબલ કરવા કહે અને પરિણામ કંઇક ઉલ્ટા-પુલ્ટા જેવું આવે!
૨. એડવાન્સ ફોન્ટ સેટિંગ. બ્રાઉઝરમાં ફોન્ટના સેટિંગ જોડે વધુ ચેડાં-છેડછાડ આનાથી શક્ય છે.
૩. ડિસકનેક્ટ. ફેસબૂક જેવી વેબસાઇટોને તમારી ગતિવિધીઓથી દૂર રાખે છે. દા.ત. તમે કોઇ સાઇટ પર જાવ તો તેને લાઇક કરવાનું સૂચન ફેસબૂક આવે છે, તો તેમ ન થવાનો ઉપાય આ છે.
૪. ઘોસ્ટરી. આ પણ સરસ વસ્તુ છે. તમારી પ્રાઇવસીને વ્યવસ્થિત રીતે સાચવે અને ટ્રેકરોથી દૂર રાખે છે.
૫. ગુગલ કીપ. ટચૂકડી નોંધ રાખવા માટેનું સરસ એક્સટેન્શન. મોબાઇલ જોડે સરળતાથી ‘સિંક’ થાય છે, એટલે બધી નોંધો તમને ક્યાય પણ જોવા મળી શકે છે. (અપડેટ: આ એપ છે, એક્સટેન્શન નથી.)
૬. હેલ્ધી બ્રાઉઝિંગ. લાંબા સમય કોમ્પ્યુટર પર કામ કરતા લોકો માટે પાણી પીવા, થોડું સ્ટ્રેચિંગ કરવા કે આંખો પટપટાવવા માટે પ્રેરતું એક્સટેન્શન. ખાસ કરીને મને આજ-કાલ (એમ તો જૂની આદત છે) ટેબલ પર પગ લાંબા કરીને બેસવાની આદત પડી છે. જે ખોટી છે, પણ કોઇક કહે તો આપણે સીધી રીતે બેસીએ ને. તો, આ એક્સટેન્શન મને વારંવાર યાદ કરાવે છે અને હું સરખો-સીધો બેસું છું.
૭. HTTPS એવરીવ્હેર. આજકાલ તો આનો ખાસ ઉપયોગ રહ્યો નથી, તો પણ ઉપયોગી.
૮. સ્ક્રિપ્ટસેફ. બધાં એક્ટેન્શના પપ્પા. કોઇપણ નવી સાઇટ ખોલો તો આ એની બધી જ જાવાસ્ક્રિપ્ટ જ બ્લોક કરી દે. તમને ગમે તે જ સ્ક્રિપ્ટ ચાલવા દે. બહુ ઉપયોગી. દિ.ભા.ને ન ગમતું એક્સટેન્શન!
૯. સ્ટ્રાવિસ્ટિક્સ. સ્ટ્રાવા વાપરતા લોકો માટે. ગુજરાતી નામ અટપટું લાગતું હોય તો આ છે, StravistiX. તમારા સ્ટ્રાવા આંકડાઓને વધુ સારુ રીતે રજૂ કરે. અમુક લોકોના મતે આ બ્રાઉઝર માટે હેવી છે. જોકે મારા માટે તો મસ્ત ચાલે છે. ઓપનસોર્સ છે.
૧૦. સુપરસોર્ટર. તમારા બૂકમાર્ક્સને આપમેળે શોર્ટ કરે. સરસ વસ્તુ.
આ સિવાય બીજા થોડાંક એક્સટેન્શન વાપરું છું, પણ તે મોટાભાગે ડેવલોપર્સને સંબંધિત હોવાથી, બધાં લોકોને ઉપયોગી નહી થાય. બહુ એક્સટેન્શન પણ બ્રાઉઝરને ધીમું બનાવે છે.
Like this:
Like Loading...