આ પોસ્ટ સ્ટ્રાવા શ્રેણીમાં ત્રીજી પોસ્ટ છે. આ વાત છે એક સાથે બે-ત્રણ ડિવાઇસ-મોબાઇલ-ગારમિન કે પછી ઘડિયાળોમાં સ્ટ્રાવાની એક્ટિવિટી રેકોર્ડ કરીને અપલોડ કરતા લોકો માટે. અમુક લોકોને પોતાની એક્ટિવિટી એટલી હદે ગમે કે ગમે તે થાય તેને રેકોર્ડ કરીને અપલોડ કરવી જ. ઘણી વખત એવું થાય કે ફોન કે પછી ગારમિન છેલ્લી ઘડીએ દગો દે અને રાઇડ કે રન રેકોર્ડ જ ન થાય (મારી સાથે એવું એક-બે વખત બન્યું છે, એમાં પણ એક વખત તો રેસમાં). આવું ટાળવા માટે લોકો બે ડિવાઇસ (દા.ત. ગારમિન અને ફોન બંનેમાં) રેકોર્ડ કરે. રેકોર્ડ કરે તો વાંધો નહી પણ સ્ટ્રાવા પર પણ અપલોડ કરે. એટલે એવું આવે, “કાર્તિક મિસ્ત્રી ગ્રુપ રાઇડ વિથ કાર્તિક મિસ્ત્રી”. એટલે કે હું સાઇકલ ચલાવું છું, મારી સાથે! 🙂 હા, આવી રાઇડ અપલોડ થાય તો પણ વાંધો નહી પણ બંને રાઇડમાંથી એક રાઇડ તો દૂર કરો! પણ લોકો સમજતા જ નથી
આવા લોકો માટે અમે એક ક્લબ બનાવી છે, Yes, You can safely delete ride uploaded twice!! આજે જ જોડાઓ!
PS: લાગતા વળગતાઓને સૂચના ન આપ્યા બદલ ક્ષમા!
આ પણ જુઓ:
* ભાગ ૧: https://kartikm.wordpress.com/2017/03/09/strava
* ભાગ ૨: https://kartikm.wordpress.com/2018/03/25/strava-2
One thought on “સ્ટ્રાવા ભાગ ત્રીજો”