* એપ્રિલમાં ચિરાગભાઇ “ઝાઝી” ઝાએ જ્યારે તેમની ટૂંકી નવલિકાઓના પુસ્તક પર ફેસબુકમાં પોસ્ટ કરી, ત્યારે તે મને ક્યાંથી મળશે તેની પૃચ્છા કરી. તેમણે મને પુસ્તક ભેટ તરીકે જ મોકલાવી દીધું. ત્યાર પછી, વેકેશન અને પછી સ્કૂલ ઓપનિંગ જેવી સારી-નરસી ઘટનાઓ વચ્ચે બનવાથી પુસ્તક વાંચવાનું રહી ગયું અને છેવટે ધીમે-ધીમે એક-એક વાર્તાઓ રેન્ડમ ક્રમમાં વાંચી. પુસ્તકમાં તેમણે અને તેમના દીકરાઓએ લીધેલા ફોટોગ્રાફ્સ દરેક વાર્તાની જોડે છે. એક સરસ નવો પ્રયોગ આપણને ગમ્યો.
સૌથી પહેલાં તો તેમણે મને સરસ સંદેશ લખ્યો છે:
૩૭ વાર્તાઓ ધરાવતું પુસ્તક ચિરાગભાઇની લેખન શૈલીનો સચોટ ખ્યાલ આપે છે. એ જે રીતે વિવિધ દેશોમાં રહ્યા છે અને વિશાળ અનુભવ ધરાવે છે, એ રીતે આ વાર્તાઓ વિવિધ વિષયો ધરાવે છે. ટૂંકમાં, સરસ મઝાની વાર્તાઓ છે. પુસ્તક માટે ચિરાગભાઇનો ખૂબ-ખૂબ આભાર.
અને હા, આજ-કાલ પુસ્તકોનું વાચન કોકી અને મારા દ્વારા સહિયારા વાતાવરણમાં થાય છે. હું ચૂપકેથી કામકાજની વચ્ચે વાંચતો રહ્યો છું, તે જ્યારે તેને સમય મળે ત્યારે વાંચે છે.
Which publication house has published this book?
LikeLike