
.. ટીપ ટીપ બરસા પાની વાળી ટીપ નહી પરંતુ ટીપ કલ્ચરની વાત છે.
અહીં સા.ફ્રા. એટલે કે અમેરિકામાં ટીપના બહુ લફડા. તમને ફૂડ કે સર્વિસ ગમે કે ન ગમે, ટીપ આપવી પડે. તે પણ ૧૮ થી ૨૫ ટકા બિલની રકમ જેટલી. આ ભયાનક કલ્ચર મને પસંદ નથી અને હું તેનો આ બ્લોગ પર સખ્ત વિરોધ કરું છે. ભારતમાં સારુ. ૧૦-૨૦ રૂપિયા મૂકી દો એટલે કોઇ કચકચ ન કરે. અહીં તો વેઇટરો રીતસરની બૂમો કે ગાળાગાળી કરવાના કિસ્સા સાંભળ્યા છે. ઘણી વખત આ વિશે ચર્ચા થઇ તો જાણવા મળ્યું કે વેઇટર વગેરેને બહુ ઓછો પગાર મળે. સામે મારી દલીલ છે કે આપણને ક્યાં વધુ પગાર મળે છે! 🙂 વધુ સંશોધન કરતા જણાવ્યું કે એ લોકોને ઘણી વખત ન્યૂનતમ ધારાધોરણ કરતા પણ ઓછો પગાર મળે છે.
હવે, આપણા રા.ગા. કદાચ અમેરિકામાં આવીને આ જોઇ ગયા હશે અને એમને પણ લાગ્યું કે આપણે પણ લોકોને મફતમાં પૈસા આપવા જોઇએ એટલે પોતાના ઢંઢેરામાં લે લાઇ લઇ જા, બે ચાર કરીને મૂકી દીધું છે.
માટે, સમજી વિચારીને ટીપ અને મત આપવા વિનંતી 🙂