હવે દર વર્ષની વસઇ-વિરાર કે મુંબઈ મેરેથોનની જેમ આ બીઆરએમ પણ એક રૂટિન બની ગઇ છે. ૨૦૧૬માં સાયકલિંગમાં પાછા ફરવાની શરૂઆત અહીંથી જ થઇ હતી, એટલે તે યાદગાર બની હતી. ૨૦૧૭માં કિરણ-દીપ-ગુંજન જોડે સાયકલ ચલાવવાની મઝા લીધી હતી અને ૨૦૧૮માં શેલ્ટન જોડે રાઇડનું વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને પછી દીપ જોડે ૧૦ કિમી રનિંગ કર્યું હતું, એ પણ અલગ મઝા હતી. આ વખતનો ક્રુર પ્લાન એવો હતો કે જેટલું બને એટલું જલ્દી રાઇડિંગ પૂરું કરી ૧૦-૧૫ કિમી દોડવું પણ ગરમીનો ખ્યાલ આવતા આ પ્લાન પડતો મૂક્યો અને સન્ની (સ્પષ્ટતા: ફ્રેન્સ) મને પરાણે ન દોડાવે એ માટે રનિંગ શૂઝ જ લઇને ન ગયો 😛
૨૦૦ કિમી સાયકલિંગ કરવા માટે કારમાં જવું પડે, એ વાતથી કંટાળો આવે છે, પણ, જીવન કઠિન છે. એ પહેલાં કિરણ મારા માટે સાયકલની સ્પેર ટ્યુબ લઇને આવ્યો હતો, એટલે શાંતિ થઇ. રાત્રે પંકચર રીપેર કરવાની તાકાત મારામાં નથી!
ત્યાં પહોંચ્યા પછી ૭૦ સાયકિસ્ટોનો મેળો જામ્યો હતો. હું અત્યંત વહેલો પહોંચી ગયો એ વાતનો ફાયદો ઉઠાવી બધાં જોડે વાતોના વડા કર્યા. થોડા ફોટો પાડ્યા પણ, મારો એકેય ફોટો દેખાતો નથી, પણ કંઇ વાંધો નહી 😉
૭ વાગે અમારી નાઇટ રાઇડ શરૂ થઇ. મોટાભાગે પનવેલ પસાર કર્યું ત્યાં સુધી ટ્રાફિક રહ્યો, જે રહેવાનો જ હતો. પનવેલ આગળ કંઇ કામકાજ ચાલે છે એટલે વધુ સમય ત્યાં પસાર કર્યો. ત્યાર પછી છેક ખોપોલી સુધી મઝા આવી અને ખોપોલી પર ત્રણ રાઇડર્સ જોડે ભોરઘાટ શરૂ કર્યો. સૌથી પહેલી વાર છેક લોનાવાલા સુધી સળંગ સાયકલ ચલાવી અને એ સેગમેન્ટમાં પર્સનલ રેકોર્ડ મેળવ્યો. ત્યાં પછી ત્યાંથી કામશેત પણ સળંગ સાયકલ ચલાવીને ૧૦૨ કિમી પર પહોંચ્યો અને ..

.. પછી મેગી જોડે ફોટો પડાવ્યો. ત્યાં થોડી વાર વાતો અને ટાઇમપાસ કરીને નીકળ્યો અને ભોરઘાટ ઉતરતા પહેલાં લાગ્યું કે લાઇટમાં કંઇ લોચા છે. તો ખબર પડીકે લાઇટ ચાર્જ થતી નથી, તો પણ જેમ વાયર આમ-તેમ કરીને ચલાવ્યું અને લાઇટ હજું ૪-૫ કલાક ચાલશે તેમ લાગ્યું. ભોરઘાટ પર મને આશિષની મુલાકાત થઇ જેઓ પોતાનો ખોવાયેલો-પડી ગયેલો ફોન શોધતા હતા. થોડી વાર તેમની મદદ કરી પણ ફોન ન મળ્યો (અને ઢાળ પર મળવો મુશ્કેલ જ નહી, નામુમકિન હતો). હું આગળ વધ્યો અને ધીમે-ધીમે પનવેલ સુધી પહોંચ્યો. ત્યાં થોડી વાર આરામ કર્યો અને ત્યાંથી ફરીથી આશિષ જોડે રાઇડ શરૂ કરી. પછી તો કામ-ચાલુ-આહે વાળા ઢગલાબંધ ફ્લાયઓવર પસાર કરતાં ૧૦ કલાક અને ૨૫ મિનિટે મુલુંડ પહોંચ્યા.
ત્યાં પહોંચીને ચા, વાતો, ફોટા વગેરે વગેરે. ટેક્સી પકડીને ઘરે આવ્યો અને ઓહ, કેરી લેવા જવાનું હતું અને સાંજનું ૧૦ કિમી રન પણ બાકી હતું 🙂
સ્ટ્રાવા એક્ટિવિટી: https://www.strava.com/activities/2306002705