અપડેટ્સ – ૨૨૮

લોંગ ટાઇમ, નો અપડેટ્સ!

વેકેશન આવ્યું, અડધું પતી ગયું અને વેકેશન પતવાના સમયે જ વ્યસ્તતા વધી જવાની છે. સ્કૂલ પણ શરૂ થઇ જશે અને અમે બીજા વેકેશનની રાહ જોઇશું.

વર્ષો પછી છેવટે બોરિવલી નેશનલ પાર્કનો વાર્ષિક પાસ કરાવ્યો છે. એમ તો તેમાં દોડવાની મઝા છે, પણ છેક ત્યાં જવા માટે પણ દોડવું પડે. તો પણ, હવે દોડવાના મોટા-લાંબા ભવ્ય કાર્યક્રમો ત્યાં જ રાખીશું, ખાસ કરીને ઇન્ટરવલ વગેરે. જૂન-જુલાઇમાં જોશમાં ને જોશમાં સળંગ બે દિવસોમાં બે દોડ સાઇન-અપ કરી છે, એટલે ટાંટિયાની કઢી-દાળ થઇ જવાની છે. હા, સાયકલિંગ તો છે જ. ઓગસ્ટમાં પેરિસ-૧૨૦૦ પણ આવે છે, પણ જોઇએ કે ક્યાં સુધી તેનો સ્ટેમિના રહે છે. નહીતર પછી ૨૦૨૩માં!

કવિને વેકેશનમાં સારું કામ સ્વિમિંગ કરીને કર્યું છે, અને મારું તેનાથી તદ્દન ઉલ્ટું થયું છે.

કવિન બે-ચાર દિવસ એના માસીને ત્યાં ગયો છે, તો ઘરમાં બધું સરખું છે. તો પણ, આ સરખું-સરખું અમને સરખું લાગતું નથી! કંઇક તો અસ્ત-વ્યસ્ત હોવું જોઇએ!

થોડી ફિલસૂફી: ઘણી વખત અનાયાસે એવા વ્યક્તિઓ જીવનમાં મળે છે કે વિશ્વાસ થાય છે, ના – આ દુનિયામાં કોઇક તો છે, જેના પર ભરોસો થાય અને સારાં માણસો છે. તો સામે પક્ષે, એવાં નમૂના ભટકાય છે, કે થાય એમના મા-બાપે લગ્ન નહોતા કરવા જોઇતા 🙂

3 thoughts on “અપડેટ્સ – ૨૨૮

  1. સારું છે કે અમને જીવનમાં નમૂનાઓ કરતાં સારા વ્યક્તિઓ પ્રમાણમાં ઘણાં મળ્યા છે. આપ પણ તો મળ્યા જ છો ને એમ જ! (હા, એ વાત અલગ છે કે આપની અમારા માટેની લાગણીમાં ફરક હોઇ શકે છે. 😀)

    અને ઘણાં પ્રયત્નો છતાં અમે દોડવાની ટ્રેન ચૂકી ગયા છીએ. આપને શુભેચ્છાઓ. દોડતા રહો…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.