આ શ્રેણીની છેલ્લી પોસ્ટ છેક ૨૦૧૩માં લખાઇ હતી. ૨૦૨૦માં હવે ફરીથી શરૂ કરવામાં આવશે!
૧. કુરુક્ષેત્ર – દિનકર (હિંદી)
૨. રોઝીસ ઇન ડિસેમ્બર – એમ. સી. ચાગલા. અદ્ભુત આત્મકથા. એમ. સી. ચાગલા વિશેનો વિકિપીડિયા લેખ પહેલાં વાંચી લેવો જરૂરી!
૩. ગીતાંજલી – રવિન્દ્રનાથ ટાગોર (ભૂલથી અંગ્રેજીમાં!)
૪. મધુશાલા – હરિવંશરાય બચ્ચન (હિંદી)
આમાંથી ૧, ૩ અને ૪ જસ્ટ ફોર ફન મંગાવવામાં આવી હતી અને ધાર્યા કરતાં આ કવિતાઓ સારી નીકળી (કફ!). હવે, પુસ્તકોનો શોખ ફરી ઉગ્યો છે, એટલે કિંડલ પણ સજીવન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જોઇએ છે કે તે ચાલે છે કે નહી!
આવતા અઠવાડિયે બાકીના ત્રણ પુસ્તકોનું વાચન કરીને નવી પોસ્ટ લખીશ.
દિનકારનું ‘રશ્મિરથી’ અને બચ્ચનનું ‘નિશા નિમંત્રણ’ જરૂર વાંચો. જસ્ટ ફોર ફનમાં ખરેખર સારી બુક્સ ઊપાડી લીધી 😀
LikeLiked by 1 person
ચોક્કસ. આવતા મહિનાની યાદીમાં ઉમેરી દીધી છે.
LikeLiked by 1 person