અપડેટ્સ – ૨૩૨ પછી ઘણા સમયે આવી અપડેટ્સ પોસ્ટ આવી રહી છે..
કોરોના વાયરસે કાળો કેર મચાવ્યો છે. વોટ્સએપ યુનિવર્સિટીના સ્નાતકોએ તેનાથી પણ વધુ કોહરામ મચાવ્યો છે, એટલે સાચવીને રહેવું. સદ્ભાગ્યે, અહીં ટોયલેટ પેપરની કોઇ કમી નથી.
જ્યારે જ્યારે મને એમ લાગે કે માનવતા મરી પરવારી છે, ત્યારે ઇન્ટરનેટ પર આવી પોસ્ટ જોઇને મારી માન્યતા ખોટી પડે છે!
દોડવાનું બંધ છે, કારણ કે ઘણાં ઘણાં સમયે ઢીંચણમાં કંઇક દુખાવો શરૂ થયો છે. કદાચ ગયા અઠવાડિયે પેલી ફાસ્ટ ૩૦૦ કિમી બી.આર.એમ. અથવા તેના પહેલાંના સળંગ રનિંગનું પરિણામ હોઇ શકે છે. અને હા, સાયકલિંગ પણ ઇન્ડોર જ ચાલે છે. હાલમાં તો હું લંડન, ન્યૂ યોર્ક અને વાટોપિયામાં સાયકલિંગ કરી રહ્યો છું – ઝ્વિફ્ટ ઝિંદાબાદ! 😉
PS: કાલે ટુર ઓફ વાટોપિયા રેસનું સ્ટેજ – ૩ છે.
PS II: કવિનને પરીક્ષાઓ રદ્ થઇ છે, પણ ટ્યુશન ક્લાસીસ હજુ ચાલુ છે, જે પણ ટૂંક સમયમાં બંધ થાય તેવું લાગે છે. સદ્ભાગ્યે, તેના હાથમાં કિંડલ આવ્યું છે અને તે હેરી પોટર સીરીઝ ફરી વાંચી રહ્યો છે..