હવે નાછૂટકે જ્યારે સાયકલિસ્ટને ઘરે બેસવાનું આવે ત્યારે સાયકલ સાફ કર્યા સિવાય તો ઇન્ડોર રાઇડિંગનો જ વિકલ્પ બાકી રહે છે. અમારા ફેવરિટ ટ્રેઇનરરોડ પછી અમે પ્રયત્ન કર્યો કે નવા ફોનમાં ઝ્વિફ્ટ ચાલે છે કે નહી. અને, ચાલ્યું! સાત દિવસના ટ્રાયલ પછી તેને એક મહિના માટે સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે.
તો જોઇએ, આ ઝ્વિફ્ટ શું છે. સૌ પહેલા તો, નીચેની છબી જુઓ. મારી સાયકલ જોડે લગાવેલું સાધન છે તે ઇન્ડોર ટ્રેઇનર છે. તે સાયકલના પાછલા વ્હીલનું કામ કરે છે, સિવાય કે તેમાં બ્રેક કામ નથી કરતી. આ પ્રકારના ટ્રેઇનરને ડાયરેક્ટ ડ્રાઇવ કહે છે.

આ ટ્રેઇનરમાં પાવર (શરીર કેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે, તે Wattsમાં બતાવે), કેડેન્સ (RPM) જેવા સેન્સર્સ હોય છે. ટ્રેઇનર ઝ્વિફ્ટ જેવી ઍપ વડે મોબાઇલ સાથે જોડાય છે (બ્લ્યુટૂથ કે પછી ANT+ વડે). હવે, ઝ્વિફ્ટમાં મઝાની વાત છે કે..

.. તેમાં ખરેખર જે પ્રકારનો રોડ હોય તેવી ફિલિંગ આવે. જો પર્વત આવે તો, સાયકલિંગ કરવું મુશ્કેલ પણ બને (ટૂંકમાં, વાટ લગાવે!) હવે, જોકે આ ફિલિંગ તો મારા ટ્રેઇનરને આભારી છે, પણ ઝ્વિફ્ટ તેમાં વધારાનો રસ ઉમેરે છે. વિવિધ દેશોમાં સાયકલિંગ કરવાની મઝા આવે છે. તે પણ, ઘરની બહાર ગયા વગર. તેમાં લીડરબોર્ડ હોય, ટાઇમ ટ્રાયલ કે પછી ટુર ઓફ વાટોપિયા જેવી વિવિધ તબક્કા ધરાવતું રેસિંગ હોય. હજુ સુધી ઘણી સુવિધાઓનો દેખી નથી, પણ ૩૫૦ કિમી તેમાં ચલાવ્યા પછી કહી શકાય કે મહિને ૧૫ ડોલર આપવા એ ખોટા નથી.
તેના ટ્રેઇનિંગ પ્લાન પણ સારા છે, પણ ત્યાં સુધી હજુ પહોંચ્યો નથી. જોઇએ ક્યાં સુધી આ ગાડું ચાલે છે.
PS: ગુજરાતીઓ આરંભે શૂરા!
PS II: વાટોપિયા જેવો ખરેખર કોઇ ટાપુ નથી, પણ ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલા કોઇ ટાપુ પર હું રાઇડ કરતો દેખાઉં છું. ત્યાં બધુ જ છે. જ્વાળામુખી, પર્વતો, દરિયો, રણ, ડાઉનટાઉન, દરિયાની નીચે રસ્તો, ડાયનોસોર, રીંછ, બરફ ધરાવતા પહાડો, જંગલ, ટ્રેઇલ. ઓલ ઇન વન!!
2 thoughts on “ઝ્વિફ્ટ”