એવરેસ્ટની ઊંચાઇ ૮૮૪૮ મીટર છે. એટલે, સાયકલિંગમાં જો એક જ રાઇડમાં આટલી ઊંચાઇ મેળવીએ (એટલે કે elevation gain), તો તેને એવરેસ્ટિંગ કહે છે. તે માટે everesting.cc નામની વેબસાઇટે ખાસ નિયમો નક્કી કર્યા છે:
૧. એક જ રાઇડ, એક જ ચઢાણ (તમે ગમે તેટલી વખત ઉપર-નીચે રાઇડ કરી શકો). દા.ત. ભોર ઘાટ પર એવરેસ્ટિંગ કરવું હોય તો ૧૦ વખત કરવું પડે (અંદાજીત).
૨. સમયની મર્યાદા નથી.
૩. વચ્ચે બ્રેક લઇ શકાય, પણ સૂવાનું નહી.
૪. જે રસ્તે ચઢાણ, ત્યાંથી ઉતરાણ કરવું પડે.
હવે થોડા સમય પહેલાં ટ્રેનર પર પણ એવરેસ્ટિંગ કરાય તેવી જાણકારી મળી તો, ગઇકાલે આપણે ચેલેન્જ લીધી અને ઝ્વિફ્ટના આલ્પ દુ ઝ્વિફ્ટ નામના મસ્ત મઝાના પર્વતના ૪.૨૫ આંટાઓ પૂરા કરીને એવરેસ્ટિંગ બેઝ કેમ્પ (૪૪૨૪ મીટર ઊંચાઇ) નો પડાવ પૂર્ણ કર્યો. વેબસાઇટ પ્રમાણે ટ્રેનર પર આ પ્રકારની રાઇડ કરવા વાળો હું પ્રથમ ભારતીય છું!
- વેબસાઇટની સીધી અને પરમેનન્ટ લિંક, હવે જ્યારે પણ હું એવરેસ્ટિંગ કરીશ ત્યારે અહીં અપડેટ થશે: https://everesting.cc/hall-of-fame/#/hill/3383721075
- સ્ટ્રાવા: https://www.strava.com/athletes/3157786
હવે લોકડાઉન પછી નવા પંખા(ઓ) આવે ત્યારે ફૂલ એવરેસ્ટિંગ કરવામાં આવશે. ત્યાં સુધી, વાટોપિયામાં મળીએ!