નામ

શેક્સપિયરે કે બીજાં કોઇ વ્યક્તિએ કહેલું હતું કે નામમાં શું છે? આજ-કાલ જે છે તે નામમાં જ છે! બધાંને પોતાનું નામ અમર કરી જવું છે અને એટલે જ આલિયો-માલીયો-મવાલિયો વિકિપીડિયામાં આવીને પોતાના વિશે પાનું બનાવી જાય છે. (અને અમારે તેને દૂર કરવાની મહેનત કરવી પડે છે :/)

નામ પરથી યાદ આવ્યું કે ફેસબૂકમાં હું ટાઇમપાસ કરતો બેઠો હતો અને થયું કે ચાલો બધાં સોશિયલ મીડિયામાં મારું ફેવરિટ 0x1f1f નામ રાખું. બીજે બધે લગભગ થઇ ગયું અને પણ આ ફેસબૂકવાળાઓનું નખ્ખોદ જાય..

૧. તમે 0 (સંખ્યાઓ) નામમાં ન રાખી શકો :/ કદાચ, આ કારણોસર જ અમે કવિનનું નામ કવિન ૧.૦ નથી રાખ્યું!

૨. તમે એક કરતાં વધું કેપિટલ અંગ્રેજી અક્ષર ન મૂકી શકો. એટલે ફેસબૂકમાં I AM THE KING OF FALANA VILLAGE એવું નામ ન રખાય? નાઇન્સાફી કહેવાય આ તો!

૩. તમે એકવાર નામ બદલ્યા પછી બીજા ૬૦ દિવસ સુધી ન બદલી શકો.

લો, એટલે ૬૦ દિવસ સુધી મારે લોકોને સમજાવવું પડશે કે કેમ નામ બદલ્યું અને હવે કેમ હું બદલી નહી શકું. તો, તમારી ટાઇમલાઇનમાં કોઇ સાયકલિંગ કરતો અજાણ્યો માણસ (સ્ટે હોમ, સ્ટે સેફ!) દેખાય તો તરત તેને અનફ્રેન્ડ કરી દેવો! 😉

2 thoughts on “નામ

  1. મેં જ્યાં જ્યાં નામ બદલ્યા ત્યાં મને નામ + અટક (First Name + Last Name) લખવાની હોય ત્યાં ઘણી તકલીફ રહી. મારી પાસે તો માત્ર એક જ શબ્દનું નામ હતું અને હજુયે એ જ છે.

    ટ્વીટર આ મુદ્દે ઘણી આઝાદી આપે છે પણ ફેસબુકમાં સુધારો કરવા માટે તો છેક ઈન્ડોનેશીયા જવું પડયું હતું! (ઓનલાઇન ટ્રાવેલ! થેંક્સ ટુ VPN)

    અને જ્યાં શક્ય ન બન્યું ત્યાં અમે પોતે જ પોતાને ‘માન’ આપીને નામ પાછળ અટક તરીકે ‘જી’ (Ji) ઉમેરી દીધું છે; એટલે કે ‘બગીચાનંદ જી’ વંચાય. 😀

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.