- ઘણાં વખતે અહીં પાછો ફર્યો છું. તો, સાથે મોટી અપડેટ્સ પણ લાવ્યો જ હોઇશ એવી આશા રાખતા હોય તો – માફ કરજો 😉
- નવેમ્બરમાં ૨૦૦, ૪૦૦ અને ૧૦૦ બી.આર.એમ. કરી. ત્રણેયમાં મજા આવી. એમાંથી ૧૦૦ બી.આર.એમ. ઓર્ગેનાઇઝર તરીકે બે દિવસ પહેલા કિરણ સાથે કરી અને ૧૦૦ ના દિવસે વોલિયન્ટરીંગ કર્યું. હવે ખબર પડી કે કેટલી ધીરજ રાખવી પડે છે અને લોકો કેવી-કેવી માગણીઓ કરે છે. તેમને ખબર નથી કે બી.આર.એમ. એ સેલ્ફ સપોર્ટેડ ઇવેન્ટ છે અને ઓર્ગેનાઇઝર્સને ઠંડું પાણી કેમ નથી અને આટલા બધાં ટેમ્પરેચરમાં મીઠું કેમ નથી રાખ્યું જેવા લેક્ચર્સ ન અપાય. અને હા, આ સાથે બી.આર.એમ.ની કુલ સંખ્યા ૫૦ (અંકે પચાસ રોકડા પૂરા) ને પાર કરી ગઇ. વધુ ૩ બી.આર.એમ. ડિસેમ્બરમાં આવે છે. લા, લા, લા, લા, …
- રનિંગ ફરી શરુ કર્યું. નવેમ્બરમાં છેલ્લે છેલ્લે સીધું જ ૨૧ કિમી દોડ્યો અને બે દિવસ પગ ટાઇટ થઇ ગયા અને રોબોટની જેમ ચાલ્યો. આજે ફરી ૧૦ કિમી કર્યા પછી થોડી રાહત થઇ છે..
- ગુજરાતી વિકિપીડિયામાં અમે એક એડિટોથોન રાખી હતી જે ૧૫ દિવસ ચાલી હતી. તેનો અહેવાલ અહીં જોઇ શકાશે. ગુજરાતી સંસ્કૃતિ વિશેના સરસ લેખો બન્યા છે.
- દિવાળી વેકેશન આજથી પૂરુ થયું છે અને હવે ક્રિસમસ વેકેશનની રાહ જોવાય છે. છેવટે, જીવન એ બે વેકેશન વચ્ચેનો વધારાનો સમય જ તો છે 😉
તમે મોટી અપડેટ્સ ન લાવ્યા એ પણ ઠીક છે. જાઓ માફ કર્યા. 😀 (અમારા દ્વારા આવો પ્રતિભાવ કરવાની દુષ્ટતા ક્ષમાતુલ્ય ગણશો એવી આશા. 🙏)
—
એમપણ આજે એકસાથે તમારી ઘણી અપડેટ્સ જોઇ લીધી છે. આનંદ છે કે આપ સક્રિય છો. આપની સક્રિયતા મારા માટે હંમેશા માર્ગદર્શક છે. તે સક્રિયતા એ જ ઘણીવાર મને લખવા માટે પ્રેરણા આપી છે.
આપની કુશળતાની કામના સહ.
આવજો.
LikeLiked by 1 person
ચીઅર્સ!
LikeLiked by 1 person